૧૩ લાખથી વધુની અપ્રમાણસર મિલકત મળી,એસીબીનો સપાટો
વડોદરા,તા.૨૨
સ્ક્રેપની કંપનીના માલિક પાસેથી ટેક્ષ ભરવા માટે બીલ ઓફ એન્ટ્રી કરવા માટે રૂપિયા ૧.૩૫ લાખની લાંચ લેતા દહેજ સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના બે અધિકારી અને બે વચેટીયાઓને વડોદરા એ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. જ્યારે એક અધિકારી ફરાર થઇ જતાં તેની તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં આદિત્ય એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીના માલિકો વિવિધ કંપનીઓમાંથી સ્ક્રેપ ખરીદીને વેચાણ કરે છે. આ કંપની દ્વારા પહેલી નવેમ્બર, ૨૦૧૮થી દહેજમાં આવેલી ટેગા કંપનીમાંથી ૧૫૦ ટન સ્ક્રેપની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે સ્ક્રેપ કંપનીમાંથી લઇ જવા માટે દહેજ સ્થિત સ્પે ઇકોનોમિક ઝોન (સેઝ)ની કચેરીમાંથી તમામ ટેક્ષ ભરવા માટે ટેક્ષ બિલ ઓફ એન્ટ્રી કરાવવાની હોય છે.
સ્ક્રેપ લઇ જનાર કંપનીના માલિક પાસે સેઝના વર્ગ-૨ના અધિકારી ગીતેષ હિરાભાઇ પરીખે (રહે. ૩૨૮, કલ્પના સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) બીલ ઓફ એન્ટ્રી કરાવવા માટે ૧ કિલો સ્ક્રેપના ૯૦ પૈસા લેખે રૂપિયા ૧,૩૫,૦૦૦ લાંચની માંગણી કરી હતી. તેમની સાથે તેઓના સાગરીત દિનેશકુમાર સુરીલકુમાર અગ્નીહોત્રી (રહે. બી-૨૮, અંબિકાનગર, શક્તિનાથ સોસાયટી, ભરૂચ) પણ તેમની સાથે સંકળાયેલા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



