ગુરુકુળ પાસે મેટ્રો પ્રોજેકટમાં ભંગારની ચોરી કરતા શખ્સની ધરપકડ કરાઇ

0
15

અમદાવાદ,તા.૧૩
શહેરમાં અનેક જગ્યાએ મેટ્રો રેલ પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. આ રેલ પ્રોજેકટમાં ખુલ્લામાં પડેલા સાધનો અને લોખંડના ભંગારના સામાનની ચોરીના બનાવો પણ બનતા હોય છે.
થોડા દિવસ પહેલાં સાબરમતી જેલ રોડ પરથી મેટ્રો રેલના સામાનની ચોરી કરી જતા બે શખસની ધરપકડ કરી હતી. ત્યારે ગઇકાલે ગુરુકુળ નજીક ચાલતા રેલ પ્રોજેકટ પાસે લોખંડનો ભંગાર છોટાહાથી વાહનમાં ભરી લઇ જતા શખસને સિક્યુરિટી ગાર્ડે ઝડપી લીધો હતો.
કાળીગામ વિસ્તારમાં ગોપાલપુરાની ચાલીમાં રહેતો રવીન્દ્ર રાઠોડ નામના યુવક એક છોટાહાથી વાહનમાં તેના સાગરીતો સાથે આવી રોડની સાઇડમાં પડેલો ભંગાર ભરી જઇ રહ્યો હતો તે દરમ્યાન મંદિરના ગેટ પાસે સિક્યુરિટી ગાર્ડે રોકી ગેટપાસ માગ્યો હતો. ગેટપાસ માગતાં તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
જેથી ભંગારનો સામાન ચોરીનો હોવાનું જણાયું હતું. આ બાબતને પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આરોપી રવિન્દ્ર રાઠોડની ધરપકડ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY