એક દિવસના બ્રેક બાદ પેટ્રોલ ૧૩ અને ડિઝલ ૧૧ પૈસા મોંઘુ થયુ

0
10

ન્યુ દિલ્હી,તા.૧૩
પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. ગુરૂવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલમાં ૧૩ પૈસાનો વધારો થયો છે, તો ડીઝલમાં ૧૧ પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૧ને પાર પહોંચી છે. જ્યારે ડીઝલ ૭૩.૦૮ પ્રતિ લીટર પહોંચી છે.
જાણકારો અનુસાર રૂપિયો ગગડી રહ્યો છે તેના કારણે ઓઈલના ભાવ વધે તે નક્કી છે. જા કે કેટલાક મહીનાઓ પછી વિધાનસભા ચૂંટણી હોવાથી સરકાર કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરશે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૮૭ રૂપિયા પ્રતિલીટર અને ડિઝલ ૭૨.૯૭ પ્રતિ લીટર વેંચાયુ હતુ. મુંબઈમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલમાં ક્રમશઃ ૮૮.૨૬ અને ૭૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર વધ્યો છે.
તેલ કંપનીઓએ ૫ સપ્ટેમ્બર છોડીને ૨૬ ઓગસ્ટથી લઈને ૧૧ સપ્ટેમ્બર સુધી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. ૧૨ સપ્ટેમ્બરે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ક્રૂડ મોંઘું થયું હોવાથી અને ડોલરની સરખામણીએ રૂપિયો નબળો થયો હોવાથી કંપનીઓને કાચા તેલની આયાત મોંઘી થઈ છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY