અરૂણાચલની મુસાફરી ૫૦૦ થી ઘટી ૧૦૦ કિમીની થઈ જશે
બ્રિજનું આયુષ્ય ૧૨૦ વર્ષનું, લડાકૂ વિમાન પણ લેડિંગ કરી શકાશે
ગુવાહાટી,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોગીબીલ પુલ પરથી પસાર થનારી પહેલી પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવીને દેશના સૌથી લાંબા આ રેલ રોડ પુલનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદી, સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વર્ષગાંઠ પર આ બોગીબીલ પુલ પર અવરજવર શરૂ થશે. આ દિવસ કેન્દ્ર સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બ્રહ્મપુત્રા નદી પરના આ બ્રિજનો શિલાન્યાસ ૧૯૯૭માં કરાયો હતો. આ બ્રિજ ૪.૯૪ કિ.મી. લાંબો છે.
બોગિબીલ બ્રિજ આસામના દિબ્રુગઢ અને ધેમાજી જિલ્લાઓને જાડે છે. ધેમાજી જિલ્લો અરૂણાચલ પ્રદેશ રાજ્ય સાથે સરહદ પર બનાવે છે. આ બ્રિજનું આયુષ્ય ૧૨૦ વર્ષનું છે.
તિનસુકિયા-નાહરલગુન ઈન્ટરસિટી એક્સપ્રેસ સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે. કુલ ૪.૯ કિલોમીટર લાંબા આ પુલની મદદથી આસામના તિનસુકિયાથી અરુણચલ પ્રદેશના નાહરલગુન કસ્બા સુધી રેલ મુસાફરીમાં લાગતા સમયમાં ૧૦ કલાકથી વધુનો ઘટાડો થાય તેવી આશા છે.
પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલવેના પ્રવક્તા નીતિન ભટ્ટાચાર્યે જણાવ્યું કે હાલના સમયમાં આ અંતરને પાર કરવામાં ૧૫થી ૨૦ કલાકનો સમય લાગે છે જેની સરખામણીમાં હવે સાડા પાંચ કલાકનો સમય થશે. આ અગાઉ મુસાફરોએ ટ્રેનો પણ બદલવી પડતી હતી. કુલ ૧૪ કોચવાળી આ ચેરકાર રેલગાડી તિનસુકિયાથી બપોરે રવાના થશે અને નાહરલગુનથી સવારે વાપસી કરશે. બોગીબીલ પુલ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ તટને અરુણાચલ પ્રદેશના સરહદી જિલ્લા ધૈમાજીમાં સિલાપાથરને જાડશે.
આ પુલ અને રેલ સેવા ધેમાજીના લોકો માટે ખુબ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. કારણ કે મુખ્ય હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને એરપોર્ટ ડિબ્રુગઢમાં છે. તેનાથી ઈટાનગરના લોકોને પણ લાભ મળશે. કારણ કે આ વિસ્તાર નાહરલગુનથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે છે.
એશિયાના બીજા સૌથી લાંબા રેલ રોડ પુલ બોગીબીલનું આયુષ્ય ઓછામાં ઓછું ૧૨૦ વર્ષ છે. મોહિન્દર સિંહના જણાવ્યાં મુજબ બ્રહ્મપુત્ર નદી પર બનેલો આ પુલ ૪.૯ કિમી લાંબો પુલ છે જે દેશનો સૌથી પહેલો પૂર્ણ સ્વરૂપે જાડાયેલો પુલ છે. તેમણે જણાવ્યું કે આ પુલના નિર્માણમાં ૫૯૦૦ રૂપિયા ખર્ચ થયો છે. જેનું આયુષ્ય ૧૨૦ વર્ષ છે. તેનાથી અસમથી અરુણાચલ પ્રદેશ વચ્ચે મુસાફરીનું અંતર ઘટીને ચાર કલાક રહી જશે.
બ્રહ્મપુત્ર નદી પર આ પુલના બન્યા બાદ માછીમારો તેને પોતાની રોજીરોટી માટે ખતરો માની રહ્યા છે. સરકાર સતત આ બ્રિજના વખાણ કરી રહ્યું છે. સરકારનું કહેવું છે કે તેનાથી આર્થિક વિકાસ ઉપરાંત સુરક્ષા વધશે અને કનેક્ટિવિટી પણ વધશે. પરંતુ આસામના કેટલાક લોકો તેનાથી નાખુશ પણ નજરે પડ્યા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



