ન્યુ દિલ્હી,તા.૨૨
ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દિવાળીના તહેવારો ટાણે આતંકવાદી હુમલાની ધમકીને ધ્યાનમાં લેતાં ત્રણે રાજયોની સુરક્ષા એજન્સીઓને હાઇએલર્ટના આદેશ અપાયા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા પાઠવાયેલા કથિત ધમકીપત્રમાં ૨૦ ઓકટોબર અને ૯ નવેમ્બરના રોજ ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં રેલવેસ્ટેશનો, બસમથકો અને મંદિરો પર હુમલા કરવાની ધમકી અપાઈ છે. આતંકવાદીઓએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનનાં મહાકાલ મંદિરને પણ નિશાન બનાવવાની ધમકી ઉચ્ચારી છે, જાકે, ૨૦ ઓકટોબરના શનિવારના રોજ કોઈ સ્થળે અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.
એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, અમે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છીએ. તમામ અધિકારીઓને હાઇએલર્ટના આદેશ આપી દેવાયા છે. મધ્ય પ્રદેશ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે ધમકી અંગે ચેતવણી આપતાં ઇંદોર અને ભોપાલના ડીઆઈજી સ્તરના અધિકારીઓ, તમામ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, રેલવેના તમામ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને રેલવેસ્ટેશનો, બસમથકો અને મંદિરો ખાતે સુરક્ષા વધારવાના આદેશ જારી કર્યા હતા. આતંકવાદીઓએ ૨૦મી ઓકટોબરના રોજ મધ્ય પ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, કટની અને રાજસ્થાનનાં જયપુર રેલવેસ્ટેશનો અને અન્ય બસમથકો પર બોંબવિસ્ફોટની ધમકી આપી હતી. તેમણે ઉજ્જૈનમાં આવેલાં મહાકાલ મંદિર અને સાંઈ મંદિરમાં હુમલો કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
પાકિસ્તાન સ્થિત રાવલપિંડી ખાતે લશ્કર-એ-તોયબાના એરિયા કમાન્ડર મૌલવી અબુ શેખ દ્વારા કથિત રીતે હાથથી લખાયેલો ધમકીપત્ર ૨૯મી સપ્ટેમ્બરના રોજ જયપુરનાં રેલવેસ્ટેશન મેનેજરની કચેરીને મોકલી અપાયો હતો. પત્રમાં તમામ જેહાદીઓનાં મોતનો બદલો લેવાની ધમકી આપવામાં આવી છે. તોયબાના એરિયા કમાન્ડરે ધમકી આપી છે કે આ વખતે અમે દશેરા અને દિવાળીની ઉજવણી બોંબથી કરીશું.
થોડા મહિના પહેલાં લશ્કર-એ-તોયબાના આ જ એરિયા કમાન્ડરનાં નામે લખાયેલા ધમકીપત્રમાં વારાણસીનાં કાશીવિશ્વનાથ મંદિર અને મથુરાનાં કૃષ્ણ જન્મભૂમિ જેવાં ધાર્મિક સ્થળો પર હુમલો કરવાની ધમકી અપાઈ હતી, જેને કારણે દિવસો સુધી ઉત્ત્।રની પોલીસને હાઇએલર્ટ પર રહેવું પડયું હતું. ધમકીપત્રમાં ૮ અને ૯ જૂનના રોજ મથુરા અને કાશીનાં ર્ધિામક સ્થળો અને યુપીનાં હાપુર તથા સહરાનપુર રેલવેસ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





