દહેજ માગ-માગ કરતા વરરાજાનું કન્યાપક્ષે માંડવે જ મૂંડન કરી નાખ્યું!!!

0
14

લખનઉ,તા.૨૨
ઉત્તરપ્રદેશમાં એક અજીબ અને રસપ્રદ ઘટના બની હતી. લગ્નનાં દિવસે જ વરપક્ષ દ્વારા દહેજનું લાંબુ લીસ્ટ થતું જતું હતું અને કન્યાપક્ષનાં લોકો અંતે એટલી હદે કંટળી ગયા કે, તેમણે વરરાજા, તેના ભાઇ અને વરરાજાનાં પિતાનું માંડવામાં જ મૂંડન કરી નાંખ્યુ અને તેમને પોલીસ હવાલે કરી દીધા.
પોલીસનાં જણાવ્યા અનુસાર, આ ઘટના ઉત્તરપ્રદેશનાં લખનઉમાં આવેલા કુરમાનગરમાં બની હતી. વરપક્ષ દ્વારા લગ્નનાં થોડા દિવસો અગાઉ જ, દહેજની માંગણી શરૂ કરી દીધી હતી અને નવી-નવી માંગણીઓ મૂક્્યા કરતા હતા. વરરાજાએ દહેજમાં બાઇક માંગી હતી. આથી, કન્યાપક્ષે તેને પલ્સર બાઇક અપાવી. જા કે, આટલાથી તેને સંતોષ ન થતા, વરરાજાએ આનાથી વધારે સારી બાઇક માંગી. કન્યાપક્ષે આ માંગણી પણ સ્વીકારી પણ વરરાજાની માંગણી વધતી જ ગઇ અને સોનાના દોરાની પણ માંગણી કરી.
લગ્નનાં દિવસે જ્યારે જાન આવી ત્યારે વરરાજાની સાથે તેના પરિવારજનો પણ હતા. તેમાંથી ઘણા બધાએ દારૂ પીધો હતો અને કેટલાક લોકોએ કન્યાના પિતા સાથે ગેરવર્તણૂક પણ કરી. કન્યાનાં પિતા શાકભાજી વેચી જીવન ગુજારે છે.
વરપક્ષની સતત વધતી માંગણીઓથી કંટાળી જઇને અંતે સ્થાનિક લોકોએ પણ કન્યાપક્ષે ટેકો આપ્યો. પરિસ્થિતિ પામી ગયેલા મહેમાનોએ ચાલતી પકડી પણ કન્યાપક્ષે વરરાજા, તેના ભાઇ અને વરરાજાના પિતાની અટકાયત કરી લીધી અને તેમને એક પાર્કમાં લઇ ગયા અને એ ત્રણેય જણાનાં મૂંડન કરી નાંખ્યા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY