ન્યુ દિલ્હી,તા.૧
જાણીતા સામાજિક કાર્યકર્તા અન્ના હજારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો માંડશે અને બીજી ઓક્ટોબરથી અનશન પર ઉતરશે.
અન્ના હજારે લોકપાલ બીલ ,લોકાયુક્ત જેવા મુદ્દાઓ પર મોદી સરકારી વિરુદ્ધ આંદોલન કરશે. અન્ના હજારે આ આંદોલન તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં બેસીને જ કરશે.
અન્ના હજારેએ તેમના કાર્યકર્તાઓને અનુરોધ કર્યો છે કે, દેશભરમાંથી કોઇ કાર્યકર્તા તેમના ગામ આવવાના બદલે તેઓ જ્યાં છે ત્યાં બેસીને ઉપસાસ અને તેમના આંદોલનને ટેકો આપે. તેમણે એમ પણ અનુરોધ કર્યો છે કે, જે-તે રાજ્યમાં સરકારી મુખ્ય કચેરીઓ સામે બેસી સરકાર સામે આંદોલન કરો.
આ સંદર્ભે અન્ના હજારેએ કાર્યકરોને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે, ૩ માર્ચ, ૨૦૧૮ના રોજ તેમણે કરેલા ઉપવાસ સમયે મોદી સરકાર સામે તેમણે કેટલીક માંગણીઓ મૂકી હતી. આ માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યુ હતું. આ સમયે અન્ના હજારેને ઉપવાસ તોડતી વખતે વચન આપવામાં આવ્યુ હતુ કે, છ મહિનાની અંદર જ તેમના માંગણીઓ પુરી કરવામાં આવશે. પણ હજી પાંચ મહિના પુરા થવા આવ્યા પણ મોદી સરકાર દ્વારા આ દિશામાં એક પણ માંગ પુરી કરવામાં આવી નથી. આ માટે અન્ના હજારે હવે ઉપવાસ પર બેસી આંદોલન કરશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




