ગરુડેશ્વર તાલુકાના ઉંડાવા ગામે ખેડૂતો દ્વારા પાણી મુદ્દે અચોક્કસ મુદત માટે ધારણા પ્રદર્શન, 15 દિવસ વધુ પાણી લેવાદો

0
190

રાજપીપળા,
૨૧/૦૩/૨૦૧૮

ભીલીસ્તાન લાયન સેનાના નેતૃત્વમાં 30 થી વધુ ખેડૂતો ઉપવાસ આંદોલન થી સરકાર મુંઝવણમાં,પોલીસે સુરક્ષા વધારી 

રાજપીપલા: નર્મદા કેનાલ માંથી કેડૂતોને પાણી આપવાનું બંધ કરતા ખેડૂતો જાલઅંદોલન ના માર્ગે વળ્યાં છે અને વધુ 15 દિવસ માટે પાણી છોડો નહીતો અમને લેવાદો આમારો પાક સુકાઈ રહ્યો છે, પાકો નિષ્ફળ જતા ખેડૂતો એમ પણ મરી જવાના છે ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ કરી ને મરી જવાનો સંકલ્પ લીધો હતો જોકે હાલ જ્યા સુધી પાણી ના છોડે ત્યાં સુધી અચોક્કસ મુદત ની હળતાલ કરવામાં આવશે જેવું આંદોલન છેડ્યું છે.

સરદાર સરોવર નર્મદા બંધની મુખ્ય કેનાલમાંથી પાણી સરકારે પાણી છોડવાનું બંધ કર્યું અને હાલ ખેડૂતોનો પાક ઉભો છે ત્યારે ખેડૂતો ને પાણી ખુબ જરૂર છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ગત વર્ષે પણ 15 માર્ચ થી બંધ કરવાને બદલે ફેબ્રુઆરીમાં પાણી બંધ કરી નર્મદા વિસ્તારના ખેડૂતો ને પાણી વગર તતડાવ્યા હતા પરંતુ આ વખતે તો પાણી નો દુર્વ્યય કરી ને ખેડૂતોને તરસ્યા રાખવા સાથે ઉભો [પાક પણ સુકવી કાઢવા પડ્યા છે. ત્યારે આ જળ આંદોલન ના કરીયે તો સુ કરીયે કહીને ખેડૂતોએ રૂપાણી સરકાર નો વિરોધ કર્યો છે. ખેડૂતોના આ આંદોલન ને ભીલીસ્તાન લાયન સેના એ ટેકો આપી તેઓ પણ ઉપવાસ પર ઉતાર્યા છે જેમાં  કૈયુમ મેમણ, શાહિદ મન્સૂરી જોડાયા હતા જ્યારે ઉંડાવા ગામના સરપંચ કિશોર તડવી અને અન્ય ખેડૂતો પણ જોડાયા હતા. 

આ બાબતે કિશોર તડવી એ જણવ્યું હતું કે સરકાર હાલ પણ સૌરાષ્ટ્ર ના ખેડૂતોને પાણી આપે છે ઉદ્યોગ પતિઓને પાણી આપે છે પણ જેમની જમીનો ગઈ છે જેમના ખેતરો માંથી કેનાલો પસાર થઇ છે તે ખેડૂતોને પાણી નથી આપી સકતા ત્યારે આવી સરકાર ખેડૂતો વિરોધી ગણાવી શકાય આ આંદોલન અમે ચાલુ રાખીશુ।નો હુંકાર કર્યો હતો. 

રિપોર્ટર – નર્મદા,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY