નખત્રાણા તાલુકા પંચાયતમાંથી ભાજપના ૨ સભ્યોએ રાજીનામું ધરી દેતા ખળભળાટ

0
193

કચ્છ,તા.૨૨
જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયું છે. ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપના ૨ સભ્યોએ રાજીનામું ધરી દેતા ભાજપની સંખ્યા ૧૧ માંથી હવે ૯ થઈ ગઈ છે. તાલુકા પંચાયતમાં વિકાસલક્ષી કામો ન થતા ભાજપના બે સભ્યોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની સભ્ય સંખ્યા હવે ૯-૯ થઈ છે.
આ મામલે મળતી જાણકારી અનુસાર, કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકા પંચાયત હાલ ભાજપ શાસિત છે. જા કે, આજરોજ ભાજપના જ ૨ સભ્યોએ અચાનક રાજીનામાં ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટનાને પગલે ૧૧ બેઠકો ધરવાતી નખત્રાણા તાલુકા પંચાયત હવે ૯ ની સંખ્યા ધરાવતી થઇ ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત તાલુકા પંચાયતમાંથી ૨ સભ્યોએ રાજીનામું વિકાસલક્ષી કાર્યો ન થવાને કારણે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ૧૧માંથી ૨ સભ્યોએ રાજીનામું ધરી દેતા ભાજપ અને કોંગ્રેસની સભ્ય સંખ્યા હવે ૯-૯ થઈ ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY