ઇનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા આયોજિત ઓપન હળવદ રસ ગરબા હરીફાઇ યોજાઈ

0
31

ઇનરવિલ કલબ આયોજિત અને રોટરી કલબ ના સહયોગથી શિશુમંદિર ના હોલ ખાતે ભવ્ય રાસ ગરબા ની ઓપન હળવદ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
તેમજ શહેરીજનો અને વાલીઓ પણ આ સુંદર કાર્યક્રમ નિહાળવા આવ્યા હતા.

8 થી 15 વર્ષ અને તેની ઉપરના એમ કુલ 2 વિભાગ માં હરીફાઈ કરવામાં આવી હતી.

2 ય ગ્રુપના પ્રથમ દિતિય અને તૃતીય ને તેમજ બેસ્ટ ડ્રેસિંગ માટે ના ઇનામો તથા શિલ્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
4 રાઉન્ડ દરમિયાન દર વખતે લકી ડ્રો ની ગિફ્ટ આપવામાં આવી હતી. અને ભાગ લેનાર દરેકને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું

આ આખા કાર્યક્રમના નિર્ણાયક ધાગધ્રા થી બોલાવવામાં આવ્યા હતા. જેમના દ્વારા સચોટ અને યોગ્ય પસંદગી કરવામાં આવી હતી

પ્રોજેક્ટ ચેરમેન રૂપલબેન પંજવાણી અને કલબ ના સભ્યોએ આ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો.

પ્રેસિડેન્ટ હર્ષાબેન ઝાલા, સેક્રેટરી સરોજબેન કનજરીયા અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રોટરી આસી. ગવર્નર નરભેરામભાઈ અઘારા, પ્રેસિડેન્ટ રમેશભાઈ ઝાલોરીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ મોરડીયા નુરાલી ભાઈ પંજવાણી રાજેન્દ્રસિંહ રાણા અને સભ્યો ખાંસ હાજર રહ્યા હતા.

મયુર રાવલ હળવદ
મો 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY