મુંબઈ,તા.૧૯
આગેવાન ડાયરેક્ટર સાજિદ ખાન અને ફારાહ ખાનની માસી સિનિયર સ્ક્રીપ્ટ રાઇટર હની ઇરાનીએ કહ્યું હતું કે મહિલાઓની કનડગત એક ગંભીર બાબત છે. મહેરબાની કરીને મી ટુ આંદોલનની મજાક ન ઊડાવો.
‘કેટલાક લોકો પૂછે છે કે દસ વરસ પહેલાં બનેલી ઘટનાની વાત આજે શા માટે કરો છો ? એમને ખ્યાલ નથી કે દસ વરસ પહેલાં બોલિવૂડમાં મહિલાઓ ચૂં કે ચાં કરી શકે એમ નહોતી. આજે મહિલા પ્રધાન ફિલ્મો સરસ ચાલવા માંડી છે અને આપણી અભિનેત્રીઓ હોલિવૂડમાં જઇને ડંકો બજાવવા માંડી છે ત્યારે આ આંદોલનને વાચા મળી છે. એની મજાક નહીં ઊડાવો. આ એક ગંભીર દૂષણ છે’ એમ હની ઇરાનીએ કહ્યું હતું. હનીએ બાળપણમાં કેટલીક ફિલ્મોમાં બાળકલાકાર તરીકે પણ અભિનય કર્યો હતો. કહો ના પ્યાર હૈ જેવી કેટલીક સરસ ફિલ્મોની સ્ક્રીપ્ટ હનીએ લખી હતી.
સાજિદ ખાને પોતાની સામે આક્ષેપો થયા ત્યારે હાઉસફૂલ ફોર ફિલ્મ સ્વેચ્છાએ છોડી દીધી હતી અને કહ્યું હતું કે હું નિર્દોષ ઠરું ત્યાં સુધી આ કામ નહીં કરું. એના પર આક્ષેપો થયા ત્યારે સાજિદની બહેન અને ટોચની કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક તેમજ સાજિદના કઝિન અભિનેતા ગાયક ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે કહ્યું હતું કે આ આક્ષેપો ખરેખર સાચા હોય તો સાજિદે કર્યાની સજા ભોગવવી પડશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



