ઈટાલીમાં ક્રુઝનું એન્જિન ફેલ થતા જેટી પર ચડી આવ્યું, ચારને ઇજા

0
12

રોમ,તા.૭
હોલિવૂડની ફિલ્મ સ્પિડ -૨માં એક બેકાબૂ શહેરમાં ઘૂસી જાય છે. દરિયા કિનારે આવેલી ઇમારતો અને હોટલોને ચીરીને ક્રુઝનો શહેરમાં ઘૂસવાના દૃશ્યમાં આબેહુબ રીતે ફિલ્માવાયું છે. જોકે, સ્પિડ- ૨નું આ દૃશ્ય ઈટાલીમાં હકીકતમાં જોવા મળ્યું હતું. ઈટાલીમાં એક બેકાબુ ક્રુઝ એન્જિન ફેલ થતા જેટી પર ચડી આવ્યું હતું.
યુરોપિયન મીડિયાના અહેવાલો મુજબ આ ઘટના પોર્ટ વેનિસની હોવાનો ઉલ્લેખ છે. ક્રુઝ શીપ એમએસી ઓપેરા પોર્ટ વેનિસના સાન બાસિલિયો ટર્મિનલમાં ઘૂસી ગયું હતું. આ ઘટના બીજી જૂનના રોજ સવારે ૮.૩૦ વાગે ઘટી ગોવાનો અહેવાલો છે. ઈટાલીના ટુરિસ્ટથી ભરપૂર શહેર પોર્ટ વેનિસમાં શીપ ઘૂસી આવતા નાસભાગ મચી ગઈ હતી. દેશના પર્યાવરણ મંત્રી સર્જીયો કોસ્ટાએ ટ્‌વીટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કે અમે છેલ્લા ઘણા સમયથી કહી રહ્યાં છે કે પોર્ટ વેનિસની કેનાલ સુધી ક્રુઝ શીપ લઈ આવવાની પરવાનગી ન હોવી જોઈએ. અમે આ ઘટના પહેલાંથી જ આ દિશામાં પ્રતિબંધ મૂકવા માટે કામ કરી રહ્યાં હતા.
ઈટાલીમાં ક્રુઝ ચાલકે કાબુ ગુમાવતા ક્રુઝ જેટી પર ચડી આવતા ચાર લોકો ઘાયલ થયા હતા. આ ક્રુઝમાં પાર્ટી ચાલી રહી હતી તે વખતે જેટીમાં આ ક્રુઝ ચડી આવ્યું હતું. આ સ્થિતીમાં જેટી પર ઊભેલા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY