પાટણ,તા.૯
ફક્ત પાટીદારો જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ ઠેરઠેર યાત્રાનું સ્વાગત કરી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ યાત્રામાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પણ જાડાયા છે. કિરીટ પટેલ, લલિત વસોયા, ચંદનજી ઠાકોર, આશા પટેલ સહિતના ધારાસભ્યોએ યાત્રામાં હાજર રહ્યા છે. યાત્રા દરમિયાન તમામ લોકો હાર્દિક પારણા કરી લે તેવી માગણી કરી રહ્યા છે. યાત્રામાં જાડાયેલા લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી વ્યક્તિગત રીતે નારાજ છે.
આ યાત્રામાં હાજર રહેલા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “હાર્દિકના ઉપવાસથી હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હાર્દિકે બને એટલે ઝડપથી પારણાં કરી લેવા જાઈએ.
યાત્રા અંગે વસોયાએ જણાવ્યું કે, પાટણથી નીકળેલી યાત્રામાં ૧૦ હજારથી વધારે લોકો જાડોયા છે. યાત્રા ઉંઝા પહોંચશે ત્યાં સુધીમાં ૨૫ હજારથી વધારે લોકો જાડાશે. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત કં મંત્રણા કરે. આ સરકાર વિનાસ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાસ કાળે વિપરિત બુદ્ધિ હોય છે.
હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય અંગે વસોયાએ જણાવ્યું કે, “હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



