પૂણાની ભવાની ઇન્ડ. એસ્ટેટમાં અમ્બ્રોઇડરી કારીગરોની તોડફોડ પોલીસનો લાઠીચાર્જ

0
11

સુરત,તા.૯
મંદીમાં સપડાયેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે રવિવાર સવારથી નવી આફત શરૂ થઇ છે. રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી પુણાની ભવાની ઈન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતાં. જેમાં પથ્થરમારો કરાતાં ત્રણેક કારખાનાના કાચ તૂટ્યાં હતાં. જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યાં છે.
એકાદ વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીની સ્થિતિનું સર્જન થયું છે. જેમાં શહેરના ૧.૨૫ લાખ મશીન પૈકી ૭૦ હજાર મશીનો બંધ હોવાનો એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા જણાવાઇ રહ્યું છે. તેમાં ઓછી મજુરીએ પણ જાબ પર કામ મેળવતાં ઉદ્યોગકારો પણ પોતાના યુનિટ્‌સ ૨ થી ૩ દિવસ બંધ રાખી રહ્યા છે. એવામાં રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી શહેરના પુણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાંક અસમાજીક તત્વો એમ્બ્રોઇડરીના મશીન બંધ કરાવવા લાકડાના ફટકા- લોખંડના સળીયા સાથે નીકળ્યા હતા.
રવિવારની રજાને લઈને કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે ત્યારે પુણાના ભવાની ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યાં હતાં. જેમાં રોષે ભરાયેલા કારીગરોએ જે કારખાના ચાલું હતાં તેમાં પથ્થરમારો કરતાં કાચ તોડી નાખી તોફાન મચાવ્યું હતું. જેથી પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ઘટના પર કાબુ મેળવી રહ્યો છે.
રવિવારના રોજ રજા રાખવાની અને તે દિવસનો પગાર પણ આપવાનો તેવી માંગ સાથે ૨૨ દિવસ પહેલાં અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીયલમાં ચાલતાં એમ્બ્રોઈડરીના કારખાનાઓને બંધ કરાવી કારીગરો રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY