મિતાલી રાજની મેનેજરનો ઘટસ્ફોટઃ હરમનપ્રીત અપરિપક્વ, જુટ્ઠી અને ચાલાક

0
5

ન્યુ દિલ્હી,તા.૨૪
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મહિલા ટી-૨૦ વિશ્વકપની સેમીફાઇનલમાં અનુભવી બેટ્‌સમેન મિતાલી રાજને બહાર રાખવા પર કપ્તાન હરમનપ્રીત કૌરની ખુબ જ આલોચના થઇ રહી છે. ક્રિકેટ પંડિતો બાદ મિતાલી રાજની મેનેજર અનીશા ગુપ્તાએ એક ટ્‌વીટના માધ્યમથી હરમનપ્રીતને આડે હાથ લીધી છે અને તેને ‘અપરિપક્વ, ‘જુટ્ઠી’ અને ‘ચાલાક’ ગણાવી છે.
અનીશાએ પોતાની ટ્‌વીટમાં લખ્યું,’દુર્ભાગ્યવશ ભારતીય ટીમ રાજનીતિમાં વિશ્વાસ કરે છે ન કે રમવામાં. ભારત અને આડર્લેન્ડ મેચમાં મિતાલી રાજનો અનુભવ કેટલો કામ આવી શક્તો હતો, આ જાવા છતા પણ તેને (હરમનપ્રીત)જે ‘અપરિપક્વ, ‘જુટ્ઠી’ અને ‘ચાલાક’ છે. ને ખુશ કરવા માટે તેને મનનું માન્યું કરવા દીધુ.’
આ ટ્‌વીટ એત અસત્યાપિત ટ્‌વીટર એકાઉન્ટથી આવ્યું છે. ક્રિક ઇન્ફોએ જ્યારે અનીશાને આ વિશે પૂંછ્યુ કે શું તેમનું ટ્‌વીટ છે તો મેનેજરે હામી ભરી અને પોતાના નિવેદન પર કાયમ રહી. જાકે, થોડા સમય બાદ તેમનું એકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવ્યું.
એક વેબસાઇટે અનીશાના હવાલાથી લખ્યું,’હું નથી જાણતી કે અંદર શું ચાલી રહ્યું છે પરંતુ મેચનું પ્રસારણ થઇ રહ્યું છે. તો આપણે જાઇ શકીએ છીએ કે, કોણ પ્રદર્શન કરી રહ્યું છે અને કોણ નહી. આપણે સૌ જાઇ રહ્યા છીએ કે, મિતાલીના સારા પ્રદર્શન કરવા છતા તેની સાથે શું થઇ રહ્યું છે, તેની પાછળ ઘણું ઉંડાણ છે, જેને જાવાની જરૂરીયાત છે.’
જ્યારે તેમને પૂંછવામા આવ્યું કે, શું તેમને પોતાના ટ્‌વીટ પર પછતાવો છે, તો તેમણે કહ્યું,’હોઇ શકે છે કે હું વધારે ગુસ્સામાં હોવ પરંતુ આ વાત યોગ્ય સ્થાનેથી આવી છે, કારણ કે, હું ખોટા સાથે ઉભી રહી શક્તી નથી’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY