ન્યુ દિલ્હી,તા.૨૪
ભુવનેશ્વરમાં શરૂ થનારા ૧૪માં હોકી વિશ્વકપમાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન મંગળવાર (૨૭ નવેમ્બરે) થશે. ત્યારબાદ બુધવારે (૨૮ નવેમ્બર) સાંજે પાંચ કલાકે બેલ્જિયમ અને કેનેડા વચ્ચે ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ રમાશે. વિશ્વકપમાં ભાગ લેનારી મોટા ભાગની ટીમ ઓડિશા પહોંચી ગઈ છે. પ્રેકિટસ મેચ પણ શરૂ થઈ ગયા છે. ભારતે ઓલંમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને પ્રેકિટસ મેચમાં ૫-૦થી હરાવીને પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે. પરંતુ ટૂર્નામેન્ટમાં તેનો માર્ગ આસાન રહેવાનો નથી.
આ વખતે વિશ્વકપમાં ૧૬ ટીમો ભાગ લઈ રહી છે. આવું ૧૬ વર્ષ બાદ થઈ રહ્યું છે. આ પહેલા ૨૦૦૨માં એટલે કે ૧૬ વર્ષ પહેલા ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. મહત્વની વાત છે કે, ૨૮ નવેમ્બરથી શરૂ થઈ રહેલા વિશ્વકપનો ફાઇનલ પણ ૧૬ તારીખ (ડિસેમ્બર)ના યોજાશે. આ પ્રથમ વિશ્વ કપ છે, જેમાં ક્વાર્ટર ફાઇનલ મેચ પણ હશે.
વર્લ્ડ નંબ-૧ ઓસ્ટ્રેલિયાની ટીમ હોકી વિશ્વ કપમાં સતત ત્રીજા ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે. તે આ પહેલા ૨૦૧૦માં ભારત અને ૨૦૧૪માં નેધરલેન્ડમાં યોજાયેલા વિશ્વકપમાં ચેમ્પિયન બની હતી. મહત્વનું છે કે, ૪૭ વર્ષના હોકી વિશ્વકપના ઈતિહાસમાં કોઈપણ ટીમ ટાઇટલની હેટ્રિક બનાવી શકી નથી. પરંતુ ક્રિકેટ વિશ્વકપમાં સતત ત્રણ વાર (૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭) જીતી ચુકેલું ઓસ્ટ્રેલિયા જા હોકીમાં પણ ટાઇટલની હેટ્રિક કરી લે તો કોઈ ચોંકાવનારી વાત નથી.
વિશ્વકપમાં કુલ ૧૬ ટીમો છે. તેને ચાર-ચારના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ એમાં આર્જેન્ટીના, સ્પેન, ન્યૂઝીલેન્ડ અને ફ્રાન્સની ટીમ સામેલ છે. ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને ચીન છે. ગ્રુપ સીમાં યજમાન ભારત, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ અને કેનેડાની ટીમ સામેલ છે. ગ્રુપ ડીમાં નેધરલેન્ડ, જર્મની, મલેશિયા અને પાકિસ્તાનની ટીમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






