હરસિમરતે ઇમારાન ખાનનો આભાર માન્યો

0
34

ન્યુ દિલ્હી,તા.૨૬
શિલાન્યાસ પહેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે જણાવ્યું કે આજે દેશમાં એવી સરકાર છે જેના દ્વારા બનાવવામાં આવેલી SITના કારણે ૧૯૮૪ શીખ રમખાણોના આરોપીઓને સજા મળી. આજે કોર્ટે બે આરોપીઓને સજા સંભળાવી છે, એ દિવસ દૂર નહીં હોય જ્યારે કોર્ટ તમામ આરોપીઓને સજા સંભળાવશે. તેમણે જણાવ્યું કે ૭૦ વર્ષમાં અનેક વડાપ્રધાન આવ્યા અને ગયા પરંતુ મોદીજીના આવ્યા પછી આ કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો.
કેન્દ્રીય મંત્રીએ આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો પણ આભાર માન્યો હતો અને કરતારપુર બોર્ડર માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આજે ગુરુ નાનકના કારણે બે દેશો તેમની કડવાશ ભૂલી આગળ વધ્યા છે. મોદી સરકારે લંગરૌથી ટેક્સ લેવાનું બંધ કર્યું, વર્ષ ૧૯૮૪માં કતલ-એ-આમ કરનારા આરોપીઓને સજા મોદી સરકારે અપાવી, ગુરુ ગોવિંદ સિંહની ૩૫૦મી જયંતિ, જલિયાંવાલા બાગ કાંડના ૧૦૦ વર્ષ અને ગુરુ નાનક દેવની ૫૫૦ જયંતિ માટે મોદી સરકારે મોટા પાયે ઉજવવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે અહીં જે કામ ૭૦ વર્ષથી અટક્્યું હતું, હવે જા નિતિન ગડકરીને તક મળી છે તો તે ૭૦ દિવસમાં જ વિકાસ કરી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY