વીજ કરંટ લાગતાં સાત હાથીઓના મોત,સરકારે ૬ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

0
58

ભૂવનેશ્વર,તા.૨૮
ગુજરાત સરકારે રાજ્યની શાન સમા ૨૩ સિંહોના મોત બાદ પણ વન વિભાગના અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી નથી ત્યારે ઓરિસ્સા સરકારે વીજ કરંટ લાગવાના કારણે ૭ હાથીઓના મોત બાદ ૬ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
ઓરિસ્સાના ધેનકનાલ જિલ્લામાં કામલંગા ગામ પાસે ગઈકાલે ૧૩ હાથીઓનુ ટોળી જીવતા વીજ વાયરના સંપર્કમાં આવી ગયુ હતુ. જેમાં સાત હાથીઓએ જીવ ગુમાવ્યા હતા.
ઓરિસ્સા સરકારે આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાનો આદેશ કર્યો છે. આ સિવાય ધેનકનાલ રેન્જના રેન્જ ઓફિસર સહિત વન વિભાગના ૩ કર્મચારીઓને તેમજ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી સપ્લાય યુટિલીટીના એક એન્જિનીયર પણ સસ્પેન્ડ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY