રેવ પાર્ટી કરનારા લોકોને તેમના પર શાબ્દિક પ્રહારો કરવાનો કોઈ હક નથી : ભાજપ સાંસદ આપણા દેશમાં ડેન્ગ્યુનો નવો મચ્છર મોદીબાબા આવ્યો : કોંગ્રેસ ધારાસભ્ય પ્રણીતિ શિંદે

0
105

સોલાપુર,તા.૨૮
રાજકારણમાં નેતાઓની ભાષાઓનું સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યું છે. કોંગ્રેસના નેતા પ્રણીતિ શિંદેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બેફામ નિવેદનબાજી કરી હતી. મહારાષ્ટ્રની સોલાપુર દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રણીતિ શિંદેએ કહ્યું છે કે આપણા દેશમાં ડેન્ગ્યુનો એક નવો મચ્છર આવી ગયો છે. તેનું નામ મોદીબાબા છે. તેના કારણે બધાં બીમાર પડી રહ્યા છે. માટે જે પણ કંઈ થઈ શકે તે કરો.
કીટનાશક છાંટો અને આગામી વખતે તેમને સત્તાની બહાર ફેંકી દો. કોંગ્રેસના ધારાસભ્ય પ્રણીતિ શિંદેએ ભાજપના સાંસદ શરદ બંસોદેને દારૂડિયા ગણાવી દીધા હતા. પ્રણીતિ શિંદેએ કહ્યું છે કે આ જિલ્લાના વિકાસ માટે ભાજપના નેતાઓએ એકપણ પૈસો ખર્ચ્યો નથી. સરકારે આ જિલ્લામાં બે નેતાઓ આપ્યા અને તેઓ પરસ્પર લડતા રહે છે. તેમાના એક નેતા દારૂડિયા છે. ભાજપના સાંસદ શરદ બંસોદેએ પણ વળતો જવાબ આપ્યો છે.
ભાજપના સાંસદે કહ્યું છે કે રેવ પાર્ટી કરનારા લોકોને તેમના પર શાબ્દિક પ્રહારો કરવાનો કોઈ હક નથી. તેમને ખબર છે કે કોંગ્રેસના ધારાસભ્ય મુંબઈમાં શું કરે છે. જા તેઓ પોતાનું મોંઢુ ખોલશે. તો તેઓ સોલાપુરમાં મોંઢુ દેખાડવાને લાયક રહેશે નહીં. આ છેલ્લી ચેતવણી છે. મહત્વપૂર્ણ છે કે પ્રણીતિ શિંદે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેના પુત્રી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY