દહેજ વિરોધી કાયદામાં સજાની માન્યતાની સુપ્રીમ કોર્ટ પરખ કરશે

0
88

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

સુપ્રીમ કોર્ટ દહેજ વિરોધી કાયદામાં સજાની જાગવાઈની માન્યતાની પરખ કરશે. સુપ્રીમે દહેજ લેવા અને દેવાના ગુનામાં સજાની જાગવાઈ કરનારી કલમ-૩ની માન્યતાને પડકારતી અરજી પર વિચાર કરવાનું મન બનાવતાં કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. કલમ-૩માં દહેજ લેવા અને આપવાના ગુનામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલસજા અને દંડની સજાની જાગવાઈ છે પરંતુ વધુમાં વધુ સજા કેટલી હશે એ નક્કી થઈ શકતું નથી. આ આધાર પર દહેજ વિરોધી કાયદાની કલમ-૩ને રદ કરવાની માગ કરવામાં આવી છે.

ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂતિર્‌ આર.ભાનુમતિની પીઠે ચર્ચા સાંભળ્યા બાદ રીપક કંસલની અરજી પર નોટિસ જારી કરી કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. આ પહેલાં વકીલ આર.એસ.સૂરીએ દહેજ વિરોધી કાયદાની કલમ-૩ને રદ કરવાની માગ કરતાં કહ્યું કે આ કલમ અધૂરી છે અને હાલના સ્વરૂપમાં બન્યા રહેવાને લાયક નથી. આ કલમ રાજ્યની દંડ નીતિ અંગે અનિશ્ચિત વ્યવસ્થા આપે છે. તેમણે કહ્યું કે કલમ-૩ આરોપીના મૌલિક અધિકારોનું હનન કરે છે. આ બંધારણની કલમ ૧૪, ૧૯, ૨૦ અને ૨૧ વિરુદ્ધ છે. અરજીમાં કહેવાયું છે કે કાયદામાં નિયમ નક્કી છે કે દંડ વિધાનમાં કોઈ પ્રકારની અસ્પષ્ટતા અથવા ભ્રમની સ્થતિ ન હોવી જાઈએ જ્યારે કલમ-૩માં એ સ્પષ્ટ નથી કે કોઈ વ્યક્તિને વધુમાં વધુ કેટલી સજા થઈ શકે છે. દંડ નીતિના હિસાબથી આ કલમ અપૂર્ણ છે. એવું પણ કહેવાયું છે કે દહેજ વિરોધી કાયદાની કલમ-૩ અન્ય કાયદા જેવા અપરાધ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ની કલમ ૪૩૬-એ માટે અનુકુળ પણ નથી. સીઆરપીસીની કલમ ૪૩૬એ કહે છે કે કોઈ પણ વિચારાધીન કેદીને આરોપીત અપરાધમાં અપાનારી વધુમાં વધુ સજાની અડધી અવધિથી વધુ જેલમાં ન રાખી શકાય પરંતુ કલમ-૩માં વધુમાં વધુ સજાની જાગવાઈ ન હોવાને કારણે આરોપીને અનિશ્ચિત કાળ સુધી જેલમાં બંધ રાખવામાં આવી શકે છે જે આરોપીની સમાનતા અને સ્વતંત્રતાના મૌલિક અધિકારનું ઉલ્નઘન કરે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY