સુરત, તા. ૦૬
માંગરોળમાં નાની પારડી ગામે સાળાએ બનેવીની હત્યા કરી હતી. કામ ધંધો નહીં કરતો બનેવી દીકરીઅોને ત્યાં પડી ખાઈ લોકો સાથે વારંવાર ઝઘડો કરતો હતો. સાળા-બનેવી વચ્ચે આ મુદ્દે ઝઘડો થતા સાળાએ લાકડીના ફટકા મારી બનેવીની હત્યા કરી હતી.
માંગરોળ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંગરોળ નાની પારડી ગામે રહેતા સીતાબેન અજમલભાઈ વસાવાએ આરોપી બળીયા ચુનીલાલ વવાસા (ઉ.વ. ૭૦) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર વિજય બુબલા વસાવા છોકરીઅોના ઘરે રહેતો હોય અને રખડી ખાઈ લોકો સાથે ઝઘડો કરતો હતો. જે અંગે સાળા બળીયાભાઈ અને બનેવી મરણ જનાર વિજયભાઈ સાથે બોલાચાલી થતા આરોપીએ લાકડીના સપાટા મારતા વિજયભાઈનું ગંભીર ઈજાને કારણે મૃત્યુ થયું હતું. બનાવ અંગે માંગરોળ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા હતાં.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



