ન્યુ દિલ્હી,તા.૧૪
સ્વતંત્રતા દિવસની ખાસ તૈયારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે અને દિલ્હી હાઈએલર્ટ પર છે. ઈન્ટેલિજન્સ વિભાગ અને દિલ્હી પોલીસને જાણકારી મળી છે કે કર્નોટ પ્લેસમાં એક શંકાસ્પદ આંતકવાદી એર ફોર્સના યુનિફોર્મમાં ફરતો દેખાયો છે. રવિવાર સાંજે રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પાસે શંકાસ્પદ જાવા મળ્યો જે બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી.
રવિવારે સાંજે ૫ઃ૩૦ વાગે એક રિટાયર્ડ એરફોર્સના અધિકારીની નજર એવા વ્યકિત પર પડી જે સેનાના યુનિફોર્મમાં જાવા મળ્યો. તે વ્યક્તિએ સેનાના યુનિફોર્મ સાથે સ્પોર્ટસ શૂઝ પહેર્યા હતા. સામાન્યરીતે સેનાના જવાન આ પ્રકારના શૂઝ પહેરતા નથી. રિટાયર્ડ આધિકારીને કંઈક અયોગ્ય લાગ્યુ. તેમણે પોલીસને માહિતી આપી પરંતુ પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ તે ત્યાંથી ભાગી ગયો હતો.
લાલ કિલ્લાની આસપાસના સ્થળો પર નજર રાખવા ૧૦૦૦ કેમરા લગાવવામાં આવ્યા છે. આના ફૂટેજની તપાસ માટે એક સ્પેશ્યલ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આપેલા સ્ટિકર જેની પાસે હશે તેને લાલ કિલ્લા તરફ જવાની અનુમતી આપવામાં આવી છે.
દિલ્હીમાં જૈશ-એ-મોહમ્મદના આંતકીઓ ઘૂસવાની ઈન્ટેલિજન્સની જાણકારીને લઈને સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ સર્તક છે. જાણકારી મુજબ આતંકી પ્લબર કે ઈલેક્ટ્રિશયનના વેશમાં છુપાયેલા હોઈ શકે છે. ઈનપુટના આધારે પોલીસે લાલ કિલ્લાની આસપાસ તમામ પાઈપલાઈન અને ઈલેકિટ્રક મીટરોની તપાસ કરી લીધી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



