પતિ પત્ની ઓર વોહ ના ચક્કર માં ફસાયેલા ડેડીયાપાડા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્વ પત્નીએ ફરિયાદ આપતા પોલીસ બેડામાં ખળભળાટ 

0
186

ડેડીયાપાડા માં ફરજ બજાવતા પ્રકાશ વસાવા વિરુદ્વ પત્ની હયાત હોવા છતાં અન્ય મહિલા ને પત્ની બનાવી તેની સાથે રહેતો હોવાની ફરિયાદ

કાયદાના રક્ષકજ જો કાયદાનું પાલન ન કરી પત્નીને ત્રાસ આપશે તો આમ જનતાનું શું થશે …?

રાજપીપલા : રાજપીપલા મહિલા પોલીસ મથકે એક દિવશ પહેલાજ તિલકવાડા મામલતદાર ના મહિલા ક્લાર્કએ સાસરિયા દહેજ માટે ત્રાસ આપવાની ફરિયાદ આપી છે તેની શાહી સુકાય નથી ત્યાં ડેડીયાપાડા પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રકાશ સુરપસીંગ વિરુદ્ધ વસાવાની પત્ની રંજનબેને મહિલા પો.સ્ટે.ના દ્વાર ખખડાવ્યા છે જેમાં રંજનબેને આપેલી ફરિયાદ મુજબ પતિ પ્રકાશ ડેડીયાપાડા પોલીસ માં કોન્સ્ટેબલ છે અને પોતે રંજનબેન હયાત હોવા છતાં તેમની મંજૂરી લીધા વગર કે છૂટાછેડા આપ્યા વગર સાગબારા તાલુકાના દુઘલીવેર ગામે તુલસીબેન ઈશ્વર વસાવા સાથે પતિ ,પત્ની તરીકે રહેતા હોય રંજનબેન તથા તેના મોટા દીકરાને એકલા છોડી મૂકી અન્ય સ્ત્રી તુલસી સાથે રહી હયાત પત્નીને કોઈ આર્થિક મદદ ન કરી માનસિક ,શારીરિક ત્રાસ આપી છૂટાછેડા ની ધમકી આપતો હોવાની રંજનબેન ની ફરિયાદ ના આધારે મહિલા પોલીસે ગુનો નોંધી પ્રકાશ અને તુલસી વિરુદ્ધ ફરિયાદ લઈ વધુ તપાશ હાથ ધરી છે તપાસ પી .એસ.આઈ.એ.એસ.વસાવા કરી રહ્યા છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY