હવે ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા મળશે

0
16

ન્યુ દિલ્હી,
તા.૫/૫/૨૦૧૮

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કાયદાને સખ્ત બનાવવાની તૈયારીમાં

ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન ઉપર જ હવે મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા મળી શકશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ‘બેટી બચાવો’ અભિયાન હેઠળ ગર્ભપાતની દવા પર સખ્તી લાવવાની તૈયારી કરી રહ્યું છે. સમલૈં¦ગિક રેશિયામાં ઘટાડો જાતાં મંત્રાલય આ દવાઓના ખુલ્લા વેચાણ ઉપર ટૂંક સમયમાં રોક લગાવશે.

મંત્રાલય બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ ઓછા લિંગાનુપાતવાળા જિલ્લાઓ સાથે બેઠકમાં આ બાબતે મળેલા સુચનને આગળ વધારવાની કવાયત શરૂ કરશે. મંત્રાલય ઈચ્છે છે કે ગર્ભપાતની દવાઓ મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર ઉપલબ્ધ ન બને. આ માટે સ્વાસ્થ્ય મંત્રાલયની પરવાનગી હાંસલ કરવાની કવાયત હાથ ધરાઈ છે. સાથોસાથ કેમિસ્ટ એસોસિએશનને બેટી બચાવો અભિયાન સાથે જાડવાનો પ્રસ્તાવ છે. લિંગાનુપાતની ખાઈ ધરાવતાં જિલ્લાઓમાં ગર્ભ ધારણ કર્યાના તુરંત બાદ રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ કલેક્ટરોને આપવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY