હૈદરાબાદ,તા.૫
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં જાડાયેલા ઇસરોના પૂર્વ અધ્યક્ષ અને અંતરિક્ષ વૈજ્ઞાનિક જી.માધવન નાયરે સબરીમાલા મંદિર અડધી રાતે ખુશીના દર્શન કરવાની મહિલાઓની હરકતને કાયરતાપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે કેરાલા ની સરકાર ગયા વર્ષે આવેલા ભીષણ પૂર બાદ રાજ્યના પુનઃ નિર્માણ પર ફોકસ કરવું જાઈએ. સરકાર સબરીમાલા જેવા મુદ્દા પર પોતાની ઉર્જા વાપરી રહી છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પુનર્વાસ નું કામ બહુ ચાલી રહ્યું છે મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરવાની ઘટના રાજ્ય સરકાર પ્રાયોજિત કાયરતાપૂર્ણ હરકત હતી. કોઈ આવું કેવી રીતે કરી શકે. આખુ અભિયાન રાતના અંધારામાં પાર પાડવામાં આવ્યું હતું.
માધવને કહ્યું હતું કે શરૂઆતમાં ફેલાયેલા તનાવ બાદ જે શાંતિપૂર્ણ માહોલ સર્જાયો હતો તેમાં પથરો નાખવાનું કામ સરકારે કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




