રત્ન કલાકારો માટે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ

0
8

સુરત, તા.૨૬
રત્નકલાકારો તથા કર્મચારીઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ એસોસિએશન અને આરટીએસવી ડાયમંડ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પનું તા.૩૧મી માર્ચે સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરાયું છે. તા.૩૧મી માર્ચના રવિવારના રોજ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સવારે ૯થી ૨ દરમ્યાન યોજાશે. તબીબી ક્ષેત્રના વિવિધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ઓર્થોપેડીક પેડીયાટ્રીક, ડર્મેટોલોજી, કાર્ડીયોલોજી સહિતના રોગોનું નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY