મહિલા આઈપીએસ અધિકારીએ આઈજી પર પોર્ન વિડિયો બતાવવાનો આરોપ લગાવ્યો

0
195

ચેન્નાઈ,તા.૨૦
તમિળનાડુમાં એક મહિલા આઈપીએસ અધિકારીએ પોતાના ઉચ્ચ અધિકરી પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ફરિયાદી મહિલા આઈપીએસ SP પદ પર છે જ્યારે જેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે આઈપીએસ SP પદ પર ફરજ બજાવી રહ્યાં છે. ફરિયાદ થતાની સાથે જ પ્રદેશ સરકારે આ કેસની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
પોતાની ફરિયાદમાં મહિલા જીઁએ કહ્યું છે કે, IG  મને ગળે લગાડવાની તક જ શોધતા હોય છે. અનેક પ્રસંગોએ તેમને મને પરાણે ગળે લગાવી. તેઓ મને વિચિત્ર રીતે સ્પર્ષ કરે છે. મેં જ્યારે આ બધી બાબતોનો વિરોધ કર્યો તો બીજી રીતે મને પરેશન કરવા લાગ્યા.
SPનો આરોપ છે કે, IG તેને છેલ્લા ૭ મહિનાથી પરેશાન કરી રહ્યાં છે. તેઓ મોડી રાત્રે ફોન કરે છે અને વાંધાજનક મેસેજ પણ મોકલતા. તેઓ જ્યારે મને તેમની પાસે બોલાવતા તો મોબાઈલ પર પોર્નોગ્રાફિક વીડિયો ચલાવવા લાગતા.
મહિલા SPએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, IGએ મને ધમકી આપી છે કે, જા હું તેમની વાત નહીં માનું તો તેઓ મારો એસીઆર ખરાબ કરી નાખશે, જેનાથી મારી કાર્કિર્દી ખરાબ થઈ જશે. SPએ તેમને બીજી વિંગના ટ્રાંસફર કરવાની માંગણી કરી છે.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા આઈપીએસની ફરિયાદને તત્કાળ પ્રદેશ પોલીસની વિશાખા કમીટીમાં મોકલી આપવામાં આવી છે. સાથે જ ડીજીપી ટીકે રાજેન્દ્રને એડીજીપી સીમા અગ્રવાલ, એસયૂ અરૂણાચલમ અને ડીઆઈજી થેમોઝીની એક કમિટી રચીને તેમને તપાસ સોંપી દીધી છે. ડીઆઈજીએ જણાવ્યું હતું કે, નિવૃત્ત એએસપી અને ડીજીપી ઓફિસમાં પ્રશાસનિક અધિકારી રમેશ પણ આ કમિટીનો ભાગ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY