રાજપીપળા: નાંદોદ તાલુકાના આમલેથા ગામે નજીવી બાબતે વીજ કંપનીના કર્મચારી ને બે યુવાનો એ માર મારતા ફરિયાદ નોંધાઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદના ભદામ ગામે રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા ફરિયાદી રમેશ મગનભાઈ વસાવા ગત તારીખ 3 જુલાઈ ના રોજ એમના અન્ય કર્મચારીઓ સાથે સનદ્રા ગામમાં નવા બનેલા સબ સ્ટેશન માં કામ કરવા આવેલા એ સમયે આમલેથા બસ સ્ટેન્ડ પાસે આરોપીયો પૈકી ધનસુખ નાગિન વસાવા અને શૈલેશ ગોપાલ વસાવા ઉભા હતા ત્યારે વીજ કંપનીના ત્યાં ઉભેલા કર્મચારીઓ પૈકી ફરિયાદીને અમને કહ્યું કે અમારી લાઈટ ચાલતી નથી ત્યારે ફરિયાદીએ એમ કહ્યું કે આ બાબતે તમારે તમારા ગામના હેલ્પર ને કહેવું પડશે બસ આટલું કેહતા આરોપીયો ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી અને ધનસુખ વસાવા એ ફરિયાદીને પકડી રાખ્યો ત્યારે બીજા આરોપી શૈલેશ વસાવા એ ફરિયાદીને ગાલમાં લાફા મારતા આ બાબતે આમલેથા પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હોય પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



