પટના,તા.૧૮
શનિવારે વહેલી મધરાતે બે વાગ્યે બિહારના ગયા વિસ્તારમાં પોલીસ સાથે ૨૦૫ કોબરાની ટુકડીઓએ ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં લગભગ એક નક્સલીને ઠાર કરાયો છે. એન્કાઉન્ટર બાદ કોબરાએ નક્સલીનો મૃતદેહ અને તેની પાસેથી એક એકે-૪૭ રાઇફલ જપ્ત કરી છે.
સુરક્ષાદળોને ગત મહિને મળેલા એક અહેવાલ પરથી ખુલાસો થયો હતો કે નક્સલી મ્યાંમાર અને નાગા ઇંસર્જેંટ ગ્રુપ દ્વારા હથિયાર અને વિસ્ફોટક મંગાવવામાં જોડાયા છે.
સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી હતી કે નક્સલી ઘણા મહિનાઓથી ટીસીઓસી એટલે કે ટેકિટકલ કાઉન્ટર આૅફેન્સિવ કેમ્પઇન ચલાવી રહ્યા છે. નક્સલીઓનો હેતુ એ છે કે સુરક્ષાદળો પર વધુમાં વધુ હુમલાઓ કરી તેમને નુકસાન પહોંચાડવામાં આવે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નક્સલીઓની માત્ર છત્તીસગઢના દક્ષિણ બસ્તરમાં જ ટીસીઓસી ચલાવવાની યોજના નથી પરંતુ ઘણા વર્ષો બાદ તેમણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહાર અને ઓડિશામાં પણ સુરક્ષાદળો પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ઉપરાંત સુરક્ષા વિભાગે તમામ નક્સલી વિસ્તારોમાં તૈનાત સુરક્ષાદળોને ચેતવણી આપી હતી કે ઓડિશા અને છત્તીસગઢ બોર્ડર પર નક્સલી મોટો હુમલો કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




