હેમિલ્ટન,તા.૯
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે હેમિલ્ટન ખાતે નિર્ણાયક ટી-૨૦ મુકાબલો રમાશે. ૩ મેચની સિરીઝ ૧-૧ની બરોબરી પર છે અને ભારતીય ટીમ જે નવેમ્બર મહિનાથી ટુર પર છે તે વધુ એક ટ્રોફી જીતવા માટે મક્કમ હશે. ભારત આ છેલ્લી વિદેશયાત્રામાં બધી સિરીઝ જીત્યું છે, સિવાય કે ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સિરીઝ જે વરસાદના લીધે ૧-૧ના રિઝલ્ટ સાથે ડ્રો થઇ હતી. ભારત સિરીઝ જીતવા માટે પોતાની શ્રેષ્ઠ ટીમ મેદાને ઉતારશે, જયારે ન્યુઝીલેન્ડ પણ વનડે સિરીઝની હારનો બદલો લેવા કૃતનિશ્ચય સાથે મેદાને ઉતરશે.
ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટી-૨૦ હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૦૦ કલાકે ટાસ થશે. ૧૨.૩૦ કલાકથી મેચ શરૂ થશે.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોટ્ર્સ, ડીડી સ્પોટ્ર્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જાઈ શકાશે.
ટીમ ઈન્ડિયાના ૨ સૌથી વિશ્વાસપાત્ર આૅપનર રોહિત શર્મા અને શિખર ધવન ટીમને શાનદાર શરૂઆત કરવામાં મદદ કરે છે. ગત મેચમાં ધવન-રોહિતે કીવી બાલર્સેને હંફાવી નાખ્યા. રોહિતે જ્યાં ૨૯ બાલમાં ૫૦ રન કર્યા, ત્યારે ધવન ૩૦ રનની શાનદાર ઇનિંગ રમી.
છેલ્લા બંને મેચમાં વિજય શંકરે સારી બેટિંગ કરી હતી, પરંતુ બાલિંગમાં ટીમ તેમનો ભરપૂર ફાયદો ના ઉઠાવી શકી. એવાં છેલ્લા ્-૨૦ શુભમન ગિલને ચાન્સ આપવામાં આવી શકે છે, એવામાં તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો જાવા મળી શકે છે.
શુભમન ગિલ પછી ચોથા નંબર પર ગત મેચમાં ૪૦ રન કરનાર યુવા બેટ્સમેન ઋષભ પંત આવી શકે છે. ઋષભ પંતની હાજરીમાં ટીમની મિડલ ઓર્ડરની બેટિંગ વધારે મજબૂત થઇ શકે છે. ટીમ ઇન્ડિયાન વિકેટકીપર- બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની પોતાના અનુભવ અને બેટિંગ સ્કિલના કારણે ન્યૂઝીલેન્ડના બાલર્સ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ધોની પંત પછી પાંચમા નંબર બેટિંગ કરવા માટે આવી શકે છે. ગત મેચમાં ધોનીએ ૨૦* રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ ટી-૨૦ સીરિઝમાં દિનેશ કાર્તિક વધારે સારા ફોર્મમાં ના રહ્યો, પરંતુ તેમની લાયકાત પર સંદેહ ના કરવો જાઇએ. છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે દિનેશ કાર્તિક આવે તો મુશ્કેલીના સમયમાં મેચની રૂપ બદલી શકે છે. ટીમ ઇન્ડિયાનો આૅલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન તો માત્ર સારો બેટ્સમેન છે પરંતુ બાલિંગમાં પણ તે સારુ પરફાર્મસ આપે છે. પંડ્યા કાર્તિક પછી સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવી શકે છે.
ગત મેચના હીરો અને મેન આૅફ ધ મેચ આૅલરાઉન્ડર ક્રૂણાલ પંડ્યાની રમવું નક્કી જ છે. પંડ્યાએ ગત મેચમાં ન્યૂઝીલેન્ડના ૩ બેટ્સમેનની વિકેટ ઝડપી હતી, આ સિવાય તે બેટિંગ પણ સારી કરી લે છે. બીજી ટી-૨૦ મેચમાં શાનદાર કમબેક કરનાર સ્વિગ સ્પેશિલિસ્ટ ભુવનેશ્વર કુમારનું પણ સ્થાન ત્રીજી ટી-૨૦માં પાક્કુ છે. ભુવનેશ્વરે મેચમાં એક મહત્વની વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડની સંભવિત ટીમઃ ટિમ સેઈફર્ટ ( વિકેટકીપર), કોલીન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ડેરેલ મિશેલ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેક ટીકનર
ભારતની સંભવિત ટીમઃ રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, યૂઝવેન્દ્રે ચહલ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




