ન્યુ દિલ્હી,તા.૯
ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ સાથે ચીનની રમત સામગ્રી બનાવનારી લિ નિંગ સાથે લગભગ ૫૦ કરોડ રૂપિયાનો ચાર વર્ષનો કરાર કર્યો છે. આ રેકોર્ડ કરાર પહેલા ચીનની કંપનીએ ગત મહિને એક અન્ય ભારતીય ખેલાડી કિદાંબી શ્રીકાંત સાથે પણ ૩૫ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
ભારતમાં લિ નિંગના ભાગીદાર સનલાઇન સ્પોટ્ર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર મહેન્દ્ર કપૂરે જણાવ્યું, સિંધુનો કરાર બેડમિન્ટનની દુનિયામાં સૌથી મોટા કરારોમાંથી એક છે. લગભગ ૫૦ કરોડ રૂપિયાના કરારમાં સ્પોન્સરશિપ અને સાધનો સામેલ છે. કપૂરે દાવો કર્યો, આ તે પ્રકારનો કરાર છે, જેમ પૂમાએ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે કર્યો. સિંધુને ૪૦ કરોડ રૂપિયા સ્પોન્સરશિપ માટે મળશે, જ્યારે બાકીની રમતના ઉપકરણ સામેલ છે. તેથી આ લગભગ ૫૦ કરોડની આસપાસનો કરાર છે.
પૂમાએ ૨૦૧૭માં વિરાટ કોહલીની સાથે આઠ વર્ષ માટે ૧૦૦ કરોડનો કરાર કર્યો હતો, જે વર્ષના ૧૨.૫ કરોડ રૂપિયાનો છે. રિયો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા બાદ સિંધુની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે અને ગત વર્ષે ફોર્બ્સની યાદીમાં તે વિશ્વમાં કમાણી કરવા મામલે સાતમાં સ્થાને હતી.
લિ નિંગ આ પહેલા ૨૦૧૪/૧૫માં પણ આ ભારતીય ખેલાડી સાથે કરાર કર્યો હતો. ત્યારે કરાર ૧.૨૫ કરોડ રૂપિયાનો કરવામાં આવ્યો હતો. સિંધુએ ત્યારબાદ ૨૦૧૬માં યોનેક્સ સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



