લખનઉ,તા.૨૬
શિવસેના અને ભાજપના તૂટતાં સંબંધોની અસર હવે અન્ય રાજ્યોમાં પણ જાવા મળી શકે છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો માટે મહત્વનું રાજ્ય એટલે યુપી. દિલ્હીની ગાદી કોને મળશે તેનો નિર્ણય યુપીમાં જીતેલી સીટના આધારે જ થાય છે. મહારાષ્ટ્ર માં જે રીતે ભાજપે વ્યાપ વધાર્યો છે, તેનાથી શિવસેનાની ઊંઘ હરામ થઈ ગઈ છે. એવામાં તેઓ ભાજપને તેમના જ અંદાજમાં જવાબ આપવા માગે છે. તે માટે શિવસેનાએ એક નવા પ્લાન પર કામ શરૂ કરી દીધું છે.
શિવસેના હવે ભાજપને યુપીમાં ઘેરવાના પ્રયાસ કરશે. ત્યારે સતત ઉત્તર ભારતીયોને ટાર્ગેટ બનાવનાર શિવસેનાએ હવે ઉત્તરપ્રદેશ તરફ પ્રયાણ કર્યું છે. જે માટે પાર્ટીએ અયોધ્યા અને વારાણસી માટે ખાસ રણનીતિ બનાવી છે. યુપીમાં આ બંને જગ્યા ભાજપ માટે ઘણી મહત્વની છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નવી રણનીતિ અંતર્ગત અયોધ્યા અને વારાણસીની યાત્રા કરશે. જેની પુષ્ટી પણ પાર્ટી દ્વારા કરવામાં આવી છે.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આ કાર્યક્રમની જાહેરાત કરતાં કહ્યુ કે, “ઉદ્ધવ ઠાકેર અયોધ્યા જશે. ત્યાં એક રેલીને સંબોધિત કરશે. જે બાદ વારાણસી પણ જશે, જ્યાં ગંગા આરતીમાં ભાગ લેશે. જે બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા પણ કરશે.”
શિવસેનાએ અયોધ્યા અને વારાણસીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત મુંબઈમાં શિવસેનાએ પોસ્ટર લગાવી દીધાં છે. શિવસેના દ્વારા લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાં લખ્યું છે, “ચાલો અયોધ્યા, ચાલો વારાણસી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



