અહો આનંદો…હિંમતનગર ખાતે પાસપોર્ટ કેન્દ્રની શરુઆત

0
21

હિંમતનગર,તા.૪
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના લોકોને હવે પાસપોર્ટ માટે અમદાવાદ સુધી ધક્કા નહી ખાવા પડે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે પાસપોર્ટ કેન્દ્રની શરુઆત કરવામાં આવી છે અને જેને લઇને હવે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાના લોકો માટે રાહતની શરુઆત થઇ છે.
સાબરકાંઠા જીલ્લાને હવે પાસપોર્ટ કેન્દ્ર ફાળવવામા આવ્યુ છે જેને લઇને હવે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના લોકોને પાસપોર્ટ માટે થઇને અમદવાદ સુધી પહોચવુ પડતુ હતુ અને ધક્કા ખાવા પડતા અને તે માટે સમય અને પૈસાનો વ્યય થતો હતો. જેને લઇને છેલ્લા કેટલાય વર્ષોથી પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવા માટે માંગ વર્તાઇ રહી હતી. જેને લઇને સાબરકાંઠાના હિંમતનગર ખાતે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લા માટે પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.
હિંમતનગર સ્થિત વડી પોસ્ટ કચેરી ખાતે આ કેન્દ્રની શરુઆત કરવામાં આવી હતી. સાંસદ અને પ્રાદેશીક પાસપોર્ટ કેન્દ્રના વડા નિલમ રાની અને પોસ્ટના પ્રાદેશીક વડા ગૌતમ ભટ્ટાચાર્યની ઉપસ્થીતીમાં કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. પાસપોર્ટ કેન્દ્રને લઇને બંન્ને જીલ્લાના લોકોને સ્થાનિક સ્તરે જ પાસપોર્ટની પ્રક્રીયા કરવાને લઇને રાહત મળશે તો આજથી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કામગીરી પણ શરુ થઇ ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY