સુરત, તા.૧૨
આજે સવારે કિમ ખાતે આવેલ હિરાપન્ïના સોસાયટીમાં આવે ખોલીમાંથી પુરુષ અને મહિલાની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા જ પાડોશીઅોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. બન્નેના મોતનું સાચું કારણ પી.એમ.ï રિપોર્ટ બાદ જાણવા મળશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કિમ ખાતે આવેલ હિરાપત્ïના સોસાયટીમાં આવેલ ખોલીઅોમાં ભાડેથી રહેતા વ્યકિતની લાશ મળી આવી હતી. વલ્લભભાઈ દામજીભાઈ પરમાર ઉ.વ. ૫૫ ભાડેથી રહેતો હતો તેની સાથે એક મહિલા પણ રહેતી હતી. બન્ને મૃત હાલતમાં મળી આવતા પાડોશીઅોએ પોલીસને જાણ કરી હતી. કિમ પોલીસ ઘટના સ્થળે આવી લાશનો કબજા લઈ તપાસ હાથ ધરી છે. પાડોશીઅો પોલીસના ડરથી મકાન બંધ કરી નાસી છૂટયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે વલ્લભભાઈની પત્ïનીનું અવસાન થયા બાદ તે આ રૂમમાં કોઇ મહિલાï સાથે રહેતો હતો. વલ્લભભાઈ અને આશરે ૪૮ વર્ષની ઉમરવાળી મહિલા વચ્ચે શું સંબંધ હતો અને બન્ïનેના મોતનું શું કારણ છે તે જાણી શકાયું નથી. મહિલાના સંબંધીઅોને બોલાવ્યા છે ત્યારબાદ તેણીની અોળખ થઈ શકશે. હાલ પોલીસે આપઘાતનો ગુનો નોધી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે થતી ચર્ચા મુજબ વલ્લભભાઇ દ્વારા મહિલાનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ જાતે આપઘાત કરી લીધો હોય તેવી શક્યતા વ્યકત કરાઈ હતી. પી.એમ. રિપોર્ટ બાદ બન્નેના મોતનું સાચું કારણ જાણવા મળશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



