મોપેડ સવાર દંપતિ પર જાહેર માર્ગમાં અજાણ્યા લોકોનો હુમલો હુમલામાં મહિલાના ચહેરા પર ગંભીર ઈજા

0
13

સુરત, તા.૨
કઠોર-ઘલુડી ગામ જવાના રસ્તા પરથી પસાર થઈ રહેલા દંપતિ પર લાકડાના સપાટા વડે હુમલો કરી ચાર અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકાના કઠોર ગામના એમ.ડી. રેસીડેન્સી ખાતે કેયુર અરવિંદભાઈ પટેલ રહે છે. તેઅો અને તેની પત્ની મોપેડ લઈને કઠોર ગામથી ઘલુડી ગામ તરફ જવાના રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે મોટર સાયકલ પર આવેલા ચાર અજાણ્યા ઈસમોએ તેમની મોપેડ રોકી લાકડીના સપાટા વડે પત્ïની પર હુમલો કરી ઈજાઅો પહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત પત્નીના પતિ કેયુરભાઈ કોળી પટેલે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે આઈપીસી ૩૨૫-૩૨૬ તથા ૧૧૪ મુજબનો ગુનો ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY