સુરક્ષા દળોની હિટલિસ્ટમાં ૩૦૦ ત્રાસવાદીઓના નામ

0
19

શ્રીનગર, તા. ૨૨
જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ-૨ વિધિવતરીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. સેના અને સુરક્ષા દળોએ આતંકવાદીઓની સામે ઓપરેશન ઓલઆઉટ-૨ શરૂ થયા બાદ સુરક્ષા દળોની યાદીમાં આશરે ૩૦૦ ત્રાસવાદીઓના નામ છે. આ ૩૦૦ ત્રાસવાદીઓની લિસ્ટમાં આશરે ૧૦ આતંકવાદીઓને સૌથી ખતરનાક યાદીમાં મુકવામાં આવ્યા છે જે આતંકવાદીઓને ટોપ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં એવા આતંકવાદીઓ પણ સામેલ છે જે પત્રકાર સુજાજ બુખારી અને સેનાના જવાબન ઔરંગઝેબની હત્યામાં સામેલ રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટ-૧ દરમિયાન ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. દરમિયાન બીએસએફ દ્વારા એનએસજીના કમાન્ડો પણ ચોક્કસ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે. આ એનએસજીના કમાન્ડો જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયાસ કરી રહેલા ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લેવા આગળ વધશે. રમઝાનના ગાળા દરમિયાન આતંકવાદ વિરોધી ઓપરેશન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ હવે ત્રાસવાદીઓ સામે આક્રમક કાર્યવાહી શરૂ થઇ છે.સુરક્ષા દળોની હિટલિસ્ટમાં ૩૦૦ ત્રાસવાદીઓના નામ
(સંપૂર્ણ સમાચાર સેવા)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY