શ્રદ્ધા ફાઉન્ડેશન-માનવજ્યોત અને માનસિક આરોગ્યની હોસ્પીટલનું કાર્ય બિરદાવાયું
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ થી ૧૫ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ થી ૫ાંચ મળી ૨૦ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતા તેમને ઘર તરફ પ્રયાણ કરાવાયું હતું. આમ કચ્છમાં વધી રહેલા પરપ્રાંતીય માનસિક દિવ્યાંગોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો. જુલાઇ-૨૦૧૭ માં શરૂ થયેલ રામદેવ સેવાશ્રમ સ્થળેથી અત્યાર સુધીમાં ૧૦૦ મનોરોગીઓ સારી સારવાર લઇ ઘર સુધી પહોંચ્યા છે. માનસિક આરોગ્યની હોસ્પીટલનાં ડો. મહેશભાઇ ટીલવાણી તથા ડો. ધ્વનીત દવેની સારી સારવારથી તેઓની યાદશકિત પાછી ફરી હતી. દરેકનાં એચ.આઇ.વી. તથા કમ્પલીટ બ્લડ ચેકીંગ રિપોર્ટ પણ નીલ આવ્યા હતા તો સેવાશ્રમમાં દાખલ થતા અને ઘરે જતા માનસિક દિવ્યાંગોની જાણ ફોટાઓ સહિત “બી’’ ડિવિઝન પોલીસ સ્ટેશન ભુજને આપવામાં આવી હતી. કચ્છમાં રસ્તે રઝળતા અને જુદા જુદા વિસ્તારોમાં પડ્યા પાથર્યા રહેતા ૧૫ પરપ્રાંતિય માનસિક દિવ્યાંગોને પાલારા-કચ્છ મધ્યે સારી સારવાર અપાતાં તેઓની યાદશક્તિ તાજી થતાં તેમની પાસેથી મળેલ માહિતીના આધારે તેમના રાજ્ય-ગામ- પરિવાર માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા હતા.
દરેક રાજ્યોનું પોલીસ તંત્ર માનવતાનાં આ કાર્યમાં સાથ સહકાર અપાયો હતો જેથી આવા દિવ્યાંગોનાં ઘર શોધવામાં સંસ્થાને સફળતા મળી છે. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા સ્વસ્થ બની ગયેલા ૧૫ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજ દ્વારા પાંચ માનસિક દિવ્યાંગોને કર્જત મધ્યે શ્રદ્ધા રીહાબીલીટેશન ફાઉન્ડેશન સંસ્થામાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં સંસ્થાનાં સંચાલક ડો. ભરતભાઇ વટવાણીએ સૌને આવકાર્યા હતા. શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત, દરેક માનસિક દિવ્યાંગોને પોતાના ઘર સુધી પહોંચાડશે આમ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડી માનવતાનું પ્રેરણારૂપ કાર્ય ત્રણે સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું કચ્છમાંથી ગયેલા ૨૦ પરપ્રાંતીય માનસિક દિવ્યાંગો આસામ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર જેવા રાજ્યોનાં હતા.ઘરે જઇ રહેલા આ માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવવાનો એક કાર્યક્રમ ભુજ કબીર મંદિર મહંત શ્રી કિશોરદાસજીસાહેબ, રામેશ્વર મહાદેવ મંદિર પાલારાનાં મહંત શ્રી બુદ્ધગરગીરીનાં સાનિધ્યમાં, ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો અતિથિવિશેષપદ પાલારા ખાસ જેલ અધિક્ષક કે.વી. ગઢવી, ટ્રાફિક શાખાનાં જનકસિંહ રાણા, નગર સેવક ભરત રાણા, કાસમ કુંભાર તથા મનીષ બારોટ, ઘનશ્યામભાઇ ટપારિયા, નારાણભાઇ વરસાણી, ગોવિંદભાઇ પાટીદાર, વાલાભાઇ આહિર, શ્રદ્ધા ફાઉન્ડેશનનાં ધ્રુવ બડેકર અને દયારામ મારાજે શોભાવ્યું હતું. પ્રારંભે સંસ્થાનાં પૃથ્વીરાજસિંહ જાડેજા અને રમેશભાઇ માહેશ્વરીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. પેરાલીગલ વોલીટીયર્સ પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી ૪૭૯ પરપ્રાંતીય માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડાયા છે. જેથી હવે કચ્છમાં માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. અને આવા રસ્તે રઝળતા લોકો ઘર સુધી પહોંચ્યા છે. સંસ્થાનાં મંત્રી શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ મહેમાનોને આવકાર આપ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ભુજ કબીર મંદિરનાં મહંતશ્રી એ આશિર્વચન આપતાં માનવતાનાં આ કાર્યને ભગીરથ કાર્ય ગણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં ભુજ વિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, કચ્છમાં માનસિક દિવ્યાંગોની સુંદર સેવાઓ થઇ રહી છે. અને તેઓને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવાનું કાર્ય સરાહનીય છે. આપણે સૌ સાથે મળી સેવાકાર્ય ઉપયોગી થઇએ તેવું જણાવી સંસ્થાનું કાર્ય બિરદાવ્યું હતું. અને આખા આશ્રમની મુલાકાત લીધી હતી.
રામદેવ સેવાશ્રમનાં શ્રી ટોળા યોગ પ્રાર્થના ખંડ હોલ મધ્યે આ દરેક માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી, હાર, ખેસ પહેરાવી શાલ ઓઢાળી, મીઠું મોઢું કરાવીને અનેકવિધ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ શંભુભાઇ જાષીએ કરી હતી વ્યવસ્થામાં પૃથ્વીરાજસિંહ જાડેજા, ગુલાબ મોતા, રફીક બાવા, દિપેશ શાહ, આનંદ રાયસોની, જેરામ સુતાર,મુળજીભાઇ ઠક્કર, દિપેશ ભાટિયા, જયેશ લોડાયા, માવજીભાઇ આહિર, વાલજી કોલી, જયાબેન મુનવર તથા દરેક કાર્યકર ભાઇ-બહેનોએ સહકાર આપ્યો હતો.
આ પ્રસંગે રસ-પૂરીનું ભોજન ધૈર્યના જન્મ દિન નિમિત્તે કમળાબેન અમૃતલાલ રૂડાણી પરિવાર તથા કુ. આર્યાનાં જન્મ દિન પ્રસંગે મૌલિક માંકડ બન્ને પરિવારો દ્વારા યોજાયું હતું.
રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




