એચઆઈવી પોઝિટિવ હોવા છતાં લગ્ન કરતા પત્નિએ ફરિયાદ નોંધાવી

0
11

લુધિયાણા,તા.૨૮
પંજાબના લુધિયાણામાં એક ૨૨ વર્ષીય મહિલાએ પોતાના પતિ અને સસરાપક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મહિલાનો આરોપ છે કે એના પતિએ એચઆઈવી પોઝિટિવ હોવા છતાં, એ વાત છુપાવીને મારી સાથે લગ્ન કર્યા. મહિલાએ સસરાપક્ષ પર દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
મહિલાએ જણાવ્યું કે એના લગ્ન ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પટિયાલાના એક પ્રોફેસર સાથે થઈ હતી. લગ્ન બાદ એના પતિએ એની સાથે સેક્સ કર્યું નહીં, એ એ બહાનું બનાવતો રહ્યો કે હમણાં એને કોઈ ઉત્તેજના નથી. લગ્નના આઠ મહિના બાદ ઘરની સફાઈ દરમિયાન કેટલાક મેડિકલ રિપોર્ટ મળ્યા. આ રિપોર્ટ દેખતાં જ પત્નિને ખબર પડી કે એના પતિને એચઆઈવી પોઝિટિવ છે.
મહિલાએ પોતાના પિયરવાળાને આ હકીકત જણાવી અને પછી એણે સસરાપક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. લુધિયાણા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY