હોડુરાસના રોઆતન દ્ધિપ તટ પર નાનકડું વિમાન ક્રેશ : તમામ મુસાફરોના મોત

0
7

હોડુરાસ,તા.૧૯
હોંડુરાસના રોઆતન દ્વીપના તટ પર દરિયામાં એક નાનકડું વિમાન ક્રેશ થયું હતુ અને એમા સવાર ચાર કેનેડિયન નાગરિક અને અમેરિકી પાયલોટનું શનિવારે રાતે મોત નિપજ્યું હતું. આ બધા લોકો અહીં રજા મનાવવાં માટે આવ્યાં હતા.
જે લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો એ લોકોનું કહેવું છે કે વિમાને જેવી ઉડાન ભરી કે થોડીક મિનિટોમાં જ ક્રેશ થઈ ગયુ હતું અને એ કોવ શહેરની આસપાસ ક્રેશ થયું હતું. તેઓનું કહેવું છે કે મૃત લોકોની ઓળખાણ આ નામોથી થઈ છે. બ્રેડલી પોસ્ટ, બૈલી સોની, ટોમી ડબલર અને પાયલોટ પેટ્રિક ફોરસેથ.
તેમજ એક કેનેડિયન પાયલટ એંથની ડબલર અક્સમાતમાં કોઈ રીતે બચી ગયો હતો. માટે તેને સારવાર અર્થે રોઆતનની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યા તેનું મોત નિપજ્યું હતું. કઈ રીતે આ અક્સમાત થયો અને વિમાનનાં પંજીકરણ વિશે હજુ વધારે માહિતી ઉપલબ્ધ થઈ નથી. આ અકસ્માત ત્યારે થયું જ્યારે વિમાન રોઆતનથી લગભગ ૭૭ કિલોમીટર દુર તરૂજીલો શહેરમાં જતું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY