ન્યુ દિલ્હી,તા.૭
બિહારમાં મહિલાઓની સુરક્ષા ચિંતાનો વિષય બની છે અને તેમાં પણ સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજ ખાતેની કસ્તૂરબા ગાંધી હાઈસ્કૂલની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને છેડતીખોરોએ હોસ્ટેલમાં ઘૂસીને મારતા કાયદો અને વ્યવસ્થા સામે ફરી સવાલ ઉઠ્યા છે.
શનિવારે સાંજે કેટલાક યુવકો હોસ્ટેલની દિવાલ પર અશ્લીલ વાક્યો લખી રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ તેનો વિરોધ કરતા યુવકો લાકડીઓ સાથે હોસ્ટેલમાં ઘુસી ગયા હતા અને વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હતો.
તેમણે લગભગ ૨૫ જેટલી વિદ્યાર્થિનીઓને મારી હતી. એક કલાક સુધી તેમણે હોસ્ટેલ અને સ્કૂલમાં તબાહી મચાવી હતી અને એ દરમિયાન કોઈ તેમની મદદ કરવા માટે આગળ આવ્યુ નહતુ.
આ ઘટનામાં ૪૦ ગર્લ્સ ઘાયલ થઈ છે. તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે લઈ જવી પડી હતી.હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ કેટલાય સમયથી છેડતીનો શિકાર બની રહી છે.તેમની ફરિયાદ પર કોઈએ ધ્યાન આપ્યુ નહોતુ અને આખરે તેમણે યુવકોને જાતે જ ટોકયા હતા.જેનુ પરિણામ તેમને ભોગવવુ પડ્યુ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



