ત્રણ રાજ્યોમાંથી ભાજપની સત્તા થઇ શકે છે આઉટ…

0
34

ચૂંટણી આયોગે શનિવારનાં રોજ પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. છત્તીસગઢમાં બે ચરણ અને બાકી ચાર રાજ્યોમાં એક ચરણમાં જ મતદાન યોજાશે. ચૂંટણી આયોગનાં આ એલાન કરતાની સાથે પાંચ રાજ્યોમાં ચૂંટણી આચારસહિતા લાગુ થઇ ગઇ છે. ૨૦૧૯ સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખતા આ ચૂંટણી ખૂબ મહત્વની છે. તમામ સર્વે એવું કહી રહ્યાં છે કે આ વખતે ભાજપને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ચૂંટણી આયોગ દ્વારા શનિવારે પાંચ રાજ્યોની વોટિંગની તારીખોની જાહેર કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી આ ચૂંટણીને સેમિ ફાઇનલ માનવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય દળો પણ આ ચૂંટણી માટે જીતનાં દાવાઓ કરી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં લોકોનું વધારે પડતું ધ્યાન છે અને એ એટલાં માટે કે આ ૩ રાજ્યોમાં ભાજપની સરકાર છે.
એક સર્વે અનુસાર કહેવાય છે કે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તામાંથી આઉટ થઇ શકે છે. સર્વે અનુસાર જાવાં મળી રહ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતી જાવા મળશે. રાજસ્થાનની ૨૦૦ વિધાનસભાની સીટોમાંથી ભાજપને માત્ર ૫૬ સીટો અને કોંગ્રેસને ૧૪૨ સીટો મળી શકે છે. બીજી બાજુ જ્યારે વોટ ટકાવારીની વાત કરવામાં આવે છે તો રાજસ્થાનમાં ભાજપને ૩૪% અને કોંગ્રેસને ૫૦% વોટ મળી શકે છે જ્યારે અન્યનાં ખાતામાં ૧૬% વોટ જઇ શકે છે.
સર્વે અનુસાર આગળ જાઇએ તો છત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. છત્તીસગઢમાં ૯૦ વિધાનસભાની સીટોમાંથી ભાજપને ૪૦, કોંગ્રેસને ૪૭ તથા અન્યને ૩ સીટો મળી શકે છે. એટલે કે છત્તીસગઢમાં ભાજપને ૩૮.૬%, કોંગ્રેસને ૩૮.૯% તથા અન્યને ૨૨.૫% મતદાતાઓનું સમર્થન મળી શકે છે.
મધ્યપ્રદેશમાં પણ ભાજપને ૧૦૮ તથા કોંગ્રેસને ૧૨૨ સીટો મળવાની સંભાવના દેખાઇ રહી છે. જ્યારે અન્યનાં ખાતામાં એક પણ સીટ નહીં હોય. વોટ શેરની જા વાત કરવામાં આવે તો તેમાં ભાજપને ૪૧.૫%, કોંગ્રેસને ૪૨.૨% અને અન્યને ૧૬.૪% વોટ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન શિવરાજ સિંહનાં નેતૃત્વનાં ભાજપ પાસે ૧૬૫ સીટ છે જ્યારે કોંગ્રેસની પાસે ૫૮ ધારાસભ્યો છે. કહેવાય છે કે આ સર્વે ઓગસ્ટનાં છેલ્લાં અઠવાડિયાથી સપ્ટેમ્બરનાં છેલ્લાં અઠવાડિયા દરમ્યાનનો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY