મેંદરડા,તા.૧૩
મેંદરડામાં ટ્યુશન ક્લાસ ચલાવતો હનિફ કાદર કાથરોટી ઉર્ફે ઇમરાન શેખ નામનો શખ્સ પોતાના જ ટ્યુશન ક્લાસમાં આવતી છાત્રાને ભગાડી ગયો છે. આજે મેંદરડાના વેપારીઓ આ ઘટનાને વખોડી સહભાગી થઇ સજ્જડ બંધ પાળ્યો છે. મેંદરડા બંધને મુસ્લિમ સમાજનો પણ ટેકો મળ્યો છે. આરોપી સામે કડક સજા કરવા માંગ ઉઠી છે.
આ ઘટનાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, બજરંગદળ તથા મેંદરડા અને ઝીંઝુડા ગામના લોકોએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ સંચાલકને ઝડપી લઇને તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આજે મેંદરડાએ સજ્જડ બંધ પાળ્યો છે અને બાઇક રેલી યોજી હતી અને ક્લાસીસના બેનરો ફાડ્યા હતા. મેંદરડામાં આજે બંધના પગલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હનીફ કાદર કાથરોટી એ. જી. ઇંગ્લીશ ટ્યુશન ક્લાસીઝ ચલાવે છે. તે પરિણીત છે અને બે બાળકોનો પિતા પણ છે. તેણે ઝીંઝુડાથી મેંદરડા ભણવા આવતી એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને નસાડી ગયો હતો. આથી સમગ્ર પંથકમાં આ શખ્સ સામે રોષ ફાટી નિકળ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




