ન્યુ દિલ્હી,તા.૧૭
વ્યાજદરમાં વુદ્ધિ રિટેલ લોનધારકો માટે આકરી પુરવાર થવાની શકયતા છે. ચાલુ નાણાંકિય વર્ષના બાકીના ભાગમાં લોનની ઈએમઆઈ ઉંચી રહેશે. અથવા તેમાં વધુ વુદ્ધિનો અંદાજ છે. ચાલુ મહિને એસબીઆઈ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બીઓબી અને યુનિયન બેન્કે બેન્ચમાર્ક એમસીએલઆરમાં ૦.૦પથી ૦.૨ ટકા સુધીનો વધારો કર્યો છે. એચડીએફસી બેન્ક અને એસબીઆઈએ એમસીએલઆર ૦.૨ ટકા વધાર્યા છે. એસબીઆઈનોલ એક મુદ્તનો એમસીએલઆર (માર્જિનલ કોસ્ટ બેઝડ લેન્ડીસન્ગ રેટ) ૮.૨૫ ટકાથી વધીને ૮.૪૫ ટકા થયો છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ૭.૯૫ ટકાના નીચા સ્તરથી ૦.પ ટકા વધ્યો છે.
વ્યાજદર વધશે તો લોનધારકોએ દર મહિને લોન અને મોર્ગેજ માટે ઉંચો હપ્તો (ઈએમઆઈ) ચૂકવવો પડશે. જેમ કે, માર્ચ મહિનાથી એસબીઆઈએ વ્યાજદરમાં ૦.૫ ટકા વધારો કર્યો છે. તેને લીધે હોમ લોનધારકોએ ૧૦ વર્ષની મુદતની રૂ.૫૦ લાખની લોન પર મહિને રૂ.૧૫૦૦ અથવા વર્ષે ૧૮,૦૦૦ વધુ ચૂકવવા પડશે. બેન્કર્સના જણાવ્યા અનુસાર અત્યારે તો વ્યાજદર ઉંચા રહેવાની ધારણા છે.
એસિક્સ બેન્ક્ના એકઝેસ્ટિવ ડિરેકટર (રિટેલ બેન્કિષ્ગ) રાજીવ આનંદને જણાવ્યું હતું કે, વ્યાજદરની સાઈકલ બદલાઈ છે અને વ્યાજદરમાં ઘટાડાનો કોઈ પ્રહ્મ નથી. રિટેલ લોનધારકોમાં ઈએમઆઈમાં ઉંચા રહેવાનો કે તેમાં વધુ વુદ્ધિ નો અંદાજ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



