(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,
પોખરણ પરમાણુ પરીક્ષણને ૨૦ વર્ષનો ગાળો થઈ ગયો છે. પોખરણના ૨૦ વર્ષ પહેલા ઓપરેશન શક્તિ હેઠળ ભારતે બે અંડરગ્રાઉન્ડ પરમાણું પરીક્ષણ કર્યા હતા અને દુનિયામાં પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. બે દશક બાદ ભારત ફરી એકવાર પોતાની લશ્કરી તાકાતનો પરિચય આપવા માટે તૈયારી કરી લીધી છે. ભારતે પોતાના પ્રથમ ઈન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટીક મિસાઈલ અગ્નિ-૫ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. સ્ટ્રેટેજીક ફોર્સેસ કમાન્ડ હેઠળ આને સામેલ કરવામાં આવનાર છે. સંરક્ષણ સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે પાંચ હજાર કિલોમીટરની રેન્જ સુધી પ્રહાર કરવામાં સક્ષમ અગ્નિ-૫માં પરીક્ષણને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે નવી પરીક્ષણ માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આ ઈન્ટર બેલાસ્ટીક મિસાઈલની વિશેષતા એ છે કે ચીનના સમગ્ર વિસ્તાર તેની હદમાં આવી જશે અને તેની સાથે સાથે યુરોપ અને આફ્રિકામાં કેટલાક દેશો પણ તેની રેન્જમાં આવી જશે. ડિફેન્સ વિભાગ સાથે જાડાયેલા સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે અગ્નિ-૫ માટે બીજા પરીક્ષણની તૈયારી ચાલી રહી છે. આની તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ ટ્રાયલની પ્રક્રિયા આ વર્ષે ૧૮મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવી હતી. એપ્રિલ ૨૦૧૨ થી હજુ સુધી ચાર ડેવલોપમેન્ટલ ટ્રાયલ થઈ ચુક્યા છે. જા પૂર્વના ટેસ્ટની જેમ જ અગ્નિ-૫ના પરીક્ષણ સફળ રહેશે તો તેની મિસાઈલ સ્ટ્રેટેજીક બેઝમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. ભારતમાં અનેક ઘાતક મિસાઈલો રહેલી છે. જેમાં પૃથ્વી-૨ મિસાઈલનો સમાવેશ થાય છે. જેની ક્ષમતા ૩૫૦ કિલોમીટરની છે. જ્યારે અગ્નિ-૧ની ક્ષમતા ૭૦૦ કિલોમીટરની છે. આવી જ રીત અગ્નિ-૩ મિસાઈલની ત્રાટકવાની ક્ષમતા ત્રણ હજાર કિલોમીટરની છે. એસએફસીની પાસે પહેલાથી જ ત્રિસ્તરીય શક્તિશાળી મિસાઈલો છે અને સાથે સાથે સુખોઈ-૩, મિરાજ-૨૦૦૦ અને જગુઆર યુદ્ધ વિમાનો પણ છે જે ન્યુક્લિયર બોમ્બ ઝીંકવામાં પણ સમક્ષમ છે. આ ઉપરાંત ન્યુક્લીયર તાકાતના ત્રીજા સ્તરપર ન્યુક્લીયર બેલાસ્ટીક મિસાઈલ સબમરીન આઈએનએસ અરીહંત પણ સામેલ છે. ભારતની મુખ્ય ચિંતા હાલના સમયે શબમરીન ન્યુક્લિયર તાકાતથી ઓછી સંપન્ન ક્ષમતા છે. શબમરીનને ન્યુક્લિયર સ્ટ્રાઈક માટે સૌથી પહેલા સુરક્ષિત અને તાકાતવર પ્લેટફોર્મ તરીકે ગણવામાં આવે છે. ભારત જેવા પરમાણુ સક્ષમ દેશ હોવાની સાથે સાથે ભારતે પ્રથમ પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરવાની પણ નીતિ અપનાવી છે. આના માટે એક ચિંતા પણ થઈ શકે છે. પોખરણ-૨૦ બાદ હવે ચીન સુધી પ્રહાર કરવામાં સમક્ષ અગ્નિ-૫ મિસાઈલ લોંચ કરવાની તૈયારી કરવામાં આવી છે.
અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટ કરીને ભારતે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો હતો. ૧૧મી મે ૧૯૯૮ના દિવસે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તે ગાળામાં દેશના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયી હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







