આયર્લેન્ડના વિકેટકિપર બેટ્‌સમેન નિયાલ ઓ-બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લિધી

0
41

ડબલિન,તા.૧૩
આયર્લેન્ડ ટીમના વિકેટકીપર બેટ્‌સમેન નિયાલ ઓ’બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૦૨ માં ડેનમાર્ક વિરુદ્ધ વનડે ક્રિકેટમાં ડેબ્યુ કરનારા બ્રાયને ૩૬ વર્ષની ઉંમરે સંન્યાસની જાહેરાત કરી. નિયાલ ઓ’બ્રાયન આયર્લેન્ડ ટીમનો સૌથી સફળ વિકેટકીપર રહ્યો હતો, જેણે વિકેટ પાછળ ૨૪૧ શિકાર ઝડપ્યા હતા.
સંન્યાસનું એલાન કરતા નિયાલ ઓ’બ્રાયન કહ્યું કે, “હું આજે ક્રિકેટના બધા સ્વરૂપોથી સંન્યાસની જાહેરાત કરી રહ્યો છું. હું ખૂબ ભાગ્યશાળી છું કે દેશ માટે ૧૬ વર્ષ સુધી રમ્યો. હું ખુશી ખુશી આ રમતમાંથી અલવિદા લઈ રહ્યો છું. હા, હું મારા કોચ અને સાથી ખેલાડીઓનો આભાર માનુ છું, જેમણે મારી ઘણી મદદ કરી છે. મને મારા માટે, દેશ માટે રમવાનું ગર્વ છે. “
નિયાલ ઓ’બ્રાયન એ આયર્લેન્ડ માટે એક ટેસ્ટ, ૧૦૩ વનડે અને ૩૦ ટી-૨૦ મેચ રમ્યા હતા. તે આયર્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાની બાબતમાં ૫માં સ્થાને રહ્યો. જેમાં તેણે ૨૫.૫૪ની એવરેજથી કુલ ૩૦૬૫ રન બનાવ્યા. નિયાલ ઓ’બ્રાયને પોતાનો અંતિમ આંતરરાષ્ટ્રીય મુકાબલો આ વર્ષે આફઘાનિસ્તાન વિરુદ્ધ રમ્યો હતો, જેમાં તે ફક્ત ૧ રન બનાવી શક્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૦૦૦થી વધુ રન બનાવવા ઉપરાંત ઓ’બ્રાયને ૧૭૬ ફર્સ્ટ ક્લાસ મુકાબલાઓમાં ૯૦૫૭ રન બનાવ્યા. ઉપરાંત, ઘરેલુ ક્રિકેટમાં તેઓ ૩૨૮ લિસ્ટ એ અને ૧૪૭ ટી ૨૦ મેચબલે પણ રમ્યા હતા.
નિયાલ ઓ’બ્રાયને વર્ષ ૨૦૦૭માં વિશ્વકપમાં પાકિસ્તાન સામેની મેચમાં જીત્યો હતો અને તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૨૮ રનનો પીછો કરતા તેણે ૭૨ રનનો ફાળો આપ્યો અને તેમને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મેળવ્યો હતો. ઉપરાંત તે વર્ષ ૨૦૧૧ માં વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે મળેલી વિજય ટીમનો ભાગ પણ બન્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY