ડેટા એનાલિસિસનું હબ બનવા ભારત તત્પર,પરંતુ માહિતીનો દુરુપયોગ નહિ ચલાવી લેવાય

0
5

ન્યુ દિલ્હી,તા.૧૯
આઇટી અને કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર ભારતને ડેટા એનાલિસિસ માટેનું હબ બનાવવા તત્પર છે, પણ જા કોઇપણ ડેટા કંપની માહિતીનો દુરુપયોગ લોકશાહી પર અસર કરવા માટે કરશે તો એ ચલાવી નહીં લેવાય. અમે એ સામે પગલાં લઇશું.
સોશિયલ નેટવ‹કગ સાઇટ્‌સ પરથી ભારતીય યુઝર્સની ગેરકાનૂની રીતે માહિતી મેળવીને એનો દુરુપયોગ કરવા બદલ સીબીઆઇએ ફેસબુક, કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચને નોટિસો પાઠવી છે, ત્યારે પ્રસાદની આ કોમેન્ટ ખૂબ મહત્તવ ધરાવે છે. સ્વચ્છતા અભિયાનની સાઇડલાઇનમાં પ્રસાદે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે ફેસબુકે તો માફી માગી લીધી છે અને કથિત ડેટાના દુરુપયોગ વિશે ફરી એવું ન થાય માટે યોગ્ય પગલાં લેવાનું વચન આપ્યું છે, પણ કેમ્બ્રિજ એનાલિટિકાએ શરૂઆતના જવાબ બાદ કોઇ યોગ્ય ઉત્તર ન આપ્યો હોવાથી અમે એ કેસ સીબીઆઇને સોંપ્યો છે અને હવે એ વધુ તપાસ કરશે.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકાની સોશિયલ નેટવ‹કગ કંપની ફેસબુક અને બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકાના ૮.૭ કરોડ યુઝર્સના ડેટા લીક પ્રકરણે વિશ્ર્વભરના દેશોની સરકાર તથા યુઝર્સ તરફથી ઝાટકણી કાઢવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY