કુઆલાલામ્પુર,તા.૧૯
મલેશિયામાં ઝેરી દારૂ અને બીયર પીવાને લીધે એકસાથે એક ભારતીય સહિત ૧૫ લોકોના મોત થયા છે. મૃત પામેલા લોકો મોટા ભાગે વિદેશમાં રહે છે. સન ડેલીના સમાચાર પ્રમાણે મરનાર લોકોની સંખ્યા હજુ વધી શકે તેમ છે. હાલ પણ ૩૩ લોકો હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે જેમાંથી ઘણા લોકોની તબિયત ગંભીર છે. ક્લેંગ શહેરમાં શંકાસ્પદ ઝેરી દારૂના લીધે અત્યાર સુધી ૧૫ લોકોના મૃત્યુ થઇ ચુકવ્યા છે.
આ ઘટનાસ્થળ મલેશિયાની રાજધાનીથી ૩૩ કિલોમીટર દૂર આવેલું છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ડી એમ મંસૂરે જણાવ્યું હતું કે ઝેરી દારૂના લીધે આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે પરંતુ તેઓ પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મરનારામાં એક ભારતીય, ૪ નેપાળી અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



