એર ઇન્ડિયાને યૂપીએ સરકારે લૂંટ્યુ, હવે તેનુ ખાનગીકરણ શા માટેઃ સુબ્રમણ્યમ સ્વામી

0
24

ન્યુ દિલ્હી,તા.૧૧
ભાજપના સિનિયર નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને આગ્રહ કર્યો કે તેઓ સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ થતાં રોકે. તેમણે વડાપ્રધાન મોદીને આ મામલે દરમિયાનગીરી કરવા અને કેન્દ્રિય નાણાંમંત્રાલયને ખાનગીકરણ કરતા રોકવાનો અનુંરોધ કર્યો.
વચ્ચે તેવા પણ સમાચાર આવ્યા હતા કે દેવાંના બોજ નીચે દબાયેલી એર ઇન્ડિયા પાસે તેમના કર્મચારીને પગાર આપી શકે તેટલા પણ પૈસા નથી. છેલ્લા પાંચ મહિનાથી સ્ટાફને પગાર નથી મળ્યો. જ્યારે એર ઇન્ડિયાએ પગાર નહી મળવાના સમાચારોનું ખંડન કર્યું છે.
સ્વામીએ જણાવ્યું કે, એર ઇન્ડિયાના ખાસ હેતુથી બર્બાદ થવા દીધી છે. નાણાં મંત્રાલયનું તેવું કોઇ વલણ નથી કે તે કંપનીને ૧૦ હજાર કરોડ રૂપિયા આપી શકે નહી.
આ સરકારી એર લાઇન્સ છે. જેની પાસે ખુબ મોટી પ્રોપર્ટી છે. દરેક તેનું ખાનગીકરણ કરવામાં લાગ્યા છે. વડપ્રધાને આ મામલે દરમિયાનગીરી કરવી જાઇએ અને કંપનીની દરેક માંગો માનવાનો આદેશ આપવો જાઇએ.
તેમણે વધુંમાં કહ્યું કે, વર્ષ ૨૦૦૪ સુધી આ કંપની નફો આપતી હતી પરંતુ તે બાદ સરકારે તેને લૂંટવાનું શરૂ કર્યું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY