જેઠાલાલ રાજસ્થાન ચૂંટણીમાં ભાજપને જીતાડવા પ્રચાર કરશે

0
22

મુંબઈ,તા.૨૯
ટેલિવિઝનનો સૌથી ફેમસ શા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ હવે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે. રાજસ્થાન ચૂંટણીમાં તેમને પ્રચાર માટે તૈયારીઓ કરી લીધી છે. હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, જેમાં રાજસ્થાન પણ સામેલ છે. રાજસ્થાનની ચૂંટણીમાં જેઠાલાલ જાહેરસભાને સંબોધતા જાવા મળશે.
તારક મહેતાના જેઠાલાલ રાજસ્થાનમાં વસુધરા એન્ડ પાર્ટી એટલે કે ભાજપના જીતાડવા માટે પ્રચાર કરશે. જેઠાલાલ તારક મહેતા ટીવી સીરિયલના ફેમસ કેરેક્ટરમાંનું એક છે. જેઠાલાલ રાજસ્થાનની બારી સાદરી બેઠક પરથી ભાજપના ઉમેદવાર લલિત ઓસવાલને જીતાડવા માટે પ્રચાર મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા ટીવી સીરિયલની ટીમ અગાઉ પણ ભાજપ માટે ચૂંટણીઓમાં કેમ્પેઇન કરી ચૂકી છે. જેઠાલાલ તારક મહેતા ઉપરાંત ફિલ્મોમાં પણ નસીબ અજમાવી ચુકવ્યા છે, જેમાં મેને પ્યાર કીયા, હમ આપકે હૈ કૌન જેવી સુપરહીટ ફિલ્મો સામેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY