જકાર્તાથી ટેક ઓફ થયાની ૧૩ મિનીટ પછી એટલે કે ૬.૩૩ વાગ્યે વિમાને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો,પ્લેન કારાગાંવની ખાડીમાં ક્રેશ થયું
જકાર્તા,તા.૨૯
ઇન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઈ રહેલું એક પેસેન્જર પ્લેન સોમવાર સવારે ટેક ઓફ કર્યાની ૧૩ મિનિટ બાદ દરિયામાં ક્રેશ થઈ ગયું. જેમાં ૧૮૯ લોકો સવાર હતા. તેમાં ૩ બાળકો સહિત ૧૮૧ પેસેન્જર, બે પાઇલટ અને ૬ અન્ય ક્રૂ મેમ્બર હતા. વિમાન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં ઉતરેલા દળે પૃષ્ટી કરી છે કે વિમાનમાં બેઠેલા તમામ યાત્રીઓનાં મોત નિપજ્યાં છે.
પ્લેન સંપર્ક તૂટવાના સ્થળથી બે નોટિકલ માઇલ (૩.૭ કિલોમીટર) દૂર કારાગાંવની ખાડીમાં ક્રેશ થયું. પ્લેનમાં ઇન્ડોનેશિયાના નાણા મંત્રાલયના ૨૦ અધિકારી પણ સવાર હતા. આ પ્લેનના બે પાઇલટમાંથી એક કેપ્ટન ભવ્ય સુનેજા હતા. મળતી માહિતી મુજબ તેઓ મૂળ દિલ્હીના રહેવાસી હતા. માર્ચ ૨૦૧૧માં જે તેઓ લોયન એર સાથે જાડાયા હતા. તેમની પાસે પ્લેન ઉડાવવાનો ૬૦૦૦ કલાકનો અનુભવ હતો.
વિમાન કંપની લોયન એરના સીઈઓ એડવર્ડ સેટે કહ્યું કે રવિવારે જ પ્લેનમાં થોડીક ટેકનિકલ ખામી આવી હતી. ત્યરે પ્લેન ડેનપસારથી જકાર્તા આવી રહ્યું હતું. જાકે, તેઓએ સ્પષ્ટ કર્યું કે એન્જિનિયરોએ ખામીને ઠીક કર્યા બાદ જ સોમવાર સવારે પ્લેનને રવાના કર્યું. ઇન્ડોનેશિયા એર નેવિગેશનના અધિકારી સિંદુ રહાયુએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે પ્લેને ટેક ઓફ કર્યા બાદ પાઇલટે પરત ફરવાની મંજૂરી માંગી, પરંતુ મંજૂરી મળ્યાની તરત જ એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીએસ)નો ફ્લાઇટ સાથે સંપર્ક તૂટી ગયો.
આ ક્રેશ ઇન્ડોનેશિયાના સૌથી મોટી પ્લેન દુર્ઘટના હોઈ શકે છે. આ પહેલા ડિસેમ્બર ૨૦૧૪માં એર એશિયા ફ્લાઇટ ક્યૂઝેડ૮૫૦૧ ક્રેશમાં ૧૬૨ લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનાનો શિકાર થયેલું પ્લેન બોઇંગ ૭૩૭ મેક્સ-૮ હતું. જેમાં એક વખતે ૨૧૦ પેસેન્જર મુસાફરી કરી શકે છે. દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું.
દુનિયાભરની ઉડાનોની જાણકારી રાખનારી વેબસાઇટ ફ્લાઇટરડારના ડેટામાં લોયન એર ફ્લાઇટ જેટી-૬૧૦ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ ૬.૨૦ વાગ્યે ટેકઓફના ૧૩ મિનિટ બાદ દરિયાની ઉપર ગુમ થતું જાવા મળ્યું હતું. ગુમ થતાં પહેલા પ્લેન ૫૦૦૦ ફુટની ઉંચાઈ સુધી પહોંચ્યું હતું, પરંતુ થોડી વાર બાદ તેની ઉંચાઈ સતત ઓછી થતી ગઈ. સંપર્ક તૂટવાના ઠીક પહેલા પ્લેન લગભગ ૩૬૫૦ ફુટની ઉંચાઈ પર હતું. સાથોસાથ તેની સ્પીડ પણ વધી ગઈ હતી.
આ બોઇંગ ૭૩૭ મેક્સ-૮ની પહેલી દુર્ઘટના હોવાનું કહેવાય છે. ૨૦૧૬ સુધી આ મોડલ માત્ર કમર્શિયલ કામો માટે ઉપયોગ કરવામાં આવતો હતો. તેને લોયન એરને ઓગસ્ટમાં જ ડિલીવર કરવામાં આવ્યું હતું. પ્લેનના પાઇલટ પણ ઘણાં અનુભવી હતા. બંનેને કુલ ૧૧ હજાર કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




